તણખલા ગામે પાંચ લાખની રોકડ અને સોનાના દાગીનાની વેપારીના ઘરમાં ચોરી થતા ખળભળાટ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આટલી મોટી રકમની ચોરી થતા વેપારીઓમા ફફડાટ

નસવાડી તાલુકાના તણખલા ગામે ચોરીનો જે બનાવ બન્યોછે તેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે આ ગામમા આટલી મોટી ચોરી થઈ છે જે નાની બાબત ના કેહવાય એવી લોક ચર્ચાઓ થઈ રહી છે જે અલ્પાબેન અજયકૂમર પંચાલ ની દુકાન તણખલા ખાતે મેન રોડ પર આવેલી છે જે દુકાન હાર્ડવેર પતરા સિમેન્ટ નો વેપાર કરેછે જે રાત્રી ના સમયે સુઈ ગયા હતા તે સમય દરમિયાન ચોર પાછળના ભાગેથી ઉપર ચડી ઘરની અંદર ઘુસ્યા હતા અને પાંચ લાખ રૂપિયા રોકડ અને સોના ચાંદીના દાગીના અને સી સી ટીવી નું ડી વી આર આમ ચોરી ગયા હતા અને ગામ માથી બાઇક પણ ચોરી ગયા હતા જેને લઇ અલ્પાંબેન દ્રારા પોલીસ ફરીયાદ થતા પોલીસ દ્રારા એફ એસ એલ અને ડોગ સ્ક્વોડ ની મદદ માંગી હતી પોલીસે રાત્રે મોડા સુધી તપાસ હાથ ધરી હતી પરંતું તસ્કરો હાથ લાગ્યા ન હતા જેના કારણે ગામમાં ભયનો માહોલ છે આટલા નાનકડા ગામમાં આટલી મોટી ચોરી વેપારીના ઘસરમા થતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here