ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુસનની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા,બાર કાઉન્સિલ ના વકિલો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

દેશના આમ નાગરિકો તથા જાહેર જીવન માં કામ કરતા આગેવાનો માં ભારત ના બંધારણ અંગે લોક જાગૃતિ કેળવવા દેશના બંધારણે દેશ વાસીઓ ને આપેલ અધિકારો અંગે માહીતગાર કરવા ના ઉમદા આશય થી દર વર્ષે તા 26 મી નવેમ્બર ના દીવસ ને બંધારણ દીવસ તરિકે ઉજવવા નું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું હોય ને ગાંધીનગર સ્થિત ડાયરેકટર ઓફ પ્પ્રોસિક્યુસન ની કચેરી દ્વારા નર્મદા જીલ્લા મા
સરકારી વકીલ ને બંધારણ દીવસ ની ઉજવણી કરવાની જાણ કરવામા આવતા આજરોજ જીતનગર સ્થિત જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બંધારણ દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

બંધારણ દીવસ ની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે નર્મદા જીલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા વાણી દુધાત સહિત સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહીલ, બાર કાઉન્સિલ ના પ્રમુખ વંદનાબેન ભટ્ટ, ટાઉન પી. આઇ.ચૌધરી, સહિત ના મહાનુભાવો પોલીસ અધિકારીઓ, વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

ભારત ના બંધારણે દેશ વાસીઓ ને આપેલા અધિકારો અંગે જીલ્લા પોલીસ વડા સહિત વક્તાઓ મુકેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પરમાર,મુલજીદાદા એ પ્રવચન આપ્યું હતું. સ્વાગત અને ઉદબોધન સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહીલે અને આભાર વિધિ બાર કાઉન્સિલ પ્રમુખ વંદનાબેન ભટ્ટે કરી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here