કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ગુજરાતના એક પટેલ શિક્ષક કે જેઓ ૪૦ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલ છે તેઓની આર્થિક સહાયથી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ પટેલ દ્વારા જોડિયા કુવાની ગંગાસ્વરૂપ બહેનોને સાડી અને ચમ્પલોનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં વેજલપુરના સેવાભાવી દશરથભાઈ પટેલ પણ હાજર રહયા હતા.શાળા ના તમામ સ્ટાફ પરિવાર માં જગદીશ ભગોરા,ભારતીબેન અને નીતાબેન,ગામ ના નવયુવાનો તથા શાળા ના આચાર્ય તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના મંત્રી રમેશભાઈ પટેલ હાજર રહ્યાં હતા.આ પ્રકાર ની સરાહનીય કામગીરી બદલ મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.