જૂની પાદરડી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ માટે Bagless કાર્યક્રમ અંતર્ગત Exposure visit યોજાઈ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના 212 વિદ્યાર્થીઓની માટે સરકારના Begless અભિગમના કાર્યક્રમ અંતર્ગત એક દિવસની Exposure Visit યોજવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાનું Model પાદરડી ગ્રામમાં આવેલ માં આશાપુરા મંદિર, Water ATM, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, Rain Basra તેમજ પાણીના ભૂગર્ભ અને ઊંચા વિશાળ ટાંકાની મુલાકાત કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે તેમનો સર્વાંગી વિકાસ પણ ખૂબ જરૂરી છે. તે હેતુથી શાળા પરિવાર દ્વારા આચાર્યના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ માટે ચોક્કસ આયોજન બદ્ધ રીતે Exposure Visit કરવાનું નક્કી થયું હતું. વિદ્યાર્થીઓ માટે નાસ્તામાં સ્વાદિષ્ટ ગુણવત્તા યુક્ત સેવ ઉસળ ભાનુભાઈ પટેલ તેમજ સ્ટાફ દ્વારા બનાવવામાં આવ્યું હતું. Exposure Visit માં વિદ્યાર્થીઓને પ્રથમ માં આશાપુરા મંદિરે લઈ જઈ ધાર્મિક ગુણોનો વિકાસ થાય તે માટે ધાર્મિકતાનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તેઓ મુક્ત પણે આનંદ મઝા માણી શકે તે માટે તેમને સ્પોર્ટ સંકુલમાં વિવિધ રમતોના સાધનોનો ઉપયોગ કરી રમવા માટે સ્વતંત્રતા આપવામાં આવી હતી. રમતો પૂર્ણ થયા પછી RO પ્લાન્ટ કેવી રીતે શુદ્ધ મિનરલ પાણી બનાવે છે; તેના સાધનોનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યાંજ સ્થિત Water ATM ની મુલાકાત સમયે તે સિક્કા દ્વારા કેવી રીતે મિનરલ પાણી આપે છે. તે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વડના ઝાડની વડવાઈઓનો ઉપયોગ કરી ખૂબ જુલા જુલ્યા હતા. ત્યારબાદ ખટકપુર ગામથી 500 MM ની લોખંડની લાઈન દ્વારા પાદરડી ગામ ખાતે આવેલ પાણીના ભૂગર્ભ વિશાળ સંપમાં કેવી રીતે પાણીનો સંગ્રહ થાય છે. તેમજ તે પાણી બાજુના જ ઊંચા તેમજ વિશાળ પાણીના ટાંકા દ્વારા શહેરા અને ગોધરા તાલુકાના 36 ગામોને પીવાનું પાણી કેવી રીતે પૂરું પડે છે; તે સંદર્ભે સ્થાનિક કર્મચારી દ્વારા 40 HP ની બે અને 60 HP ની એક ઈલેક્ટ્રિક મોટરોના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય શહેરાની ગ્રાન્ટમાંથી નિર્માણ કરાયેલ Rain Basra ના સાધનોની સમજ આપી વિદ્યાર્થીઓને કસરત કરતબો કરાવી તેના શારીરિક ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છેલ્લે  4 : 00 કલાકથી શાળા ખાતે વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહમાં વધારો થાય તે માટે સ્થાનિક આદિવાસી ટીમલી દ્વારા આનંદોત્સવ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં અનેરો રાજીપો તેમજ આનંદોત્સાહ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય સુશીલાબેન કે.પટેલના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સંચાલન ભાનુભાઈ પટેલ, ડૉ.કલ્પેશ આર. પરમાર, રણજીતસિંહ બારીયા, ઈલાબેન પટેલ તેમજ કવિતાબેન ડીંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના MDM સ્ટાફ તેમજ વોલેન્ટીયર વિદ્યાર્થીઓનો સહયોગ સરાહનીય હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here