નસવાડીના રેન્જ ફોરેસ્ટર રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીના રેન્જ ફોરેસ્ટર ₹5,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે જે સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે મળતી માહિતી અનુસાર આ ફોરેસ્ટરે જલાવ લાકડાના વેપારી પાસે લાંચ માંગી હતી જેને લઇ આ એસીબીએ છટકુ ગોઠવતા મહેશ બારીયા નામનો રેંજ ફોરેસ્ટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર એસીબીએ રૂપિયા 5,000 ની લાંચ લેતા રંગે હાથે કલેડીયા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે સ્થળ પર જ આ વ્યક્તિને એસીબી એ રંગે હાથે ઝડપી પાડ્યો છે આ વાતની ચર્ચા વાયુવેગે આખા નસવાડી તાલુકામાં વહેતી થઈ છે જેને લઇ લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here