જામનગર થી વડોદરા સુધી ચાલતી ઇન્ટરસિટી ટ્રેનને છોટાઉદેપુર સુધી લંબાવા પ્રજાની માંગ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જામનગર થી વડોદરા સુધી ચાલતી ડેઇલી ઇન્ટર્સીટી એક્સપ્રેસ ટ્રેન ને છોટાઉદેપુર સુધી લંબાવામાં આવે તો મુસાફરી માં અનેક રીતે ઉપયોગી નીવળશે તેવી પ્રજા માં માંગ ઉઠવા પામી છે.
આદિવાસી પૂર્વપટ્ટી નો છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી, પાવીજેતપુર,સંખેડા, કવાંટ તાલુકા માં રોજગાર,આરોગ્ય, તેમજ શિક્ષણ નો અભાવ ને કારણે પ્રજા ને વડોદરા તરફ જવું પડે છે હાલ માં છોટાઉદેપુર થી વડોદરા સુધીની એક્સપ્રેસ ટ્રેન ના હોવાથી ભારે હાલાકી નો સામનો કરવો પડે છે છોટાઉદેપુર થી વડોદરા સુધી એક્સપ્રેસ ટ્રેન મળી રહે તો પ્રજા સરળતા અને ઝડપી મુસાફરી કરી જરૂરિયાત પુરી પાડી શકશે. હાલ માં માધ્યપ્રદેશ ના અલીરાજપુર થી પ્રતાપનગર સુધી જ પેસેન્જર ટ્રેન ચાલે છે જેથી પ્રજા ને દૂર ના અંતર ની ટ્રેન માટે વડોદરા રેલવે સ્ટેશન જવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે હાલ માં વડોદરા સુધી ચાલતી જામનગર ઇન્ટર્સિટી ટ્રેન ને છોટાઉદેપુર સુધી લંબાવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લા ની પ્રજા ને વડોદરા સ્ટેશને સરળતા થી પોહચી શકાશે તેમજ છોટાઉદેપુર જિલ્લા માંથી રોજગારી માટે મોટી સંખ્યા માં આદિવાસી સમાજ ના લોકો સુરત તેમજ કાઠિયાવાડ તરફ હીજરત કરે આ આદિવાસી પ્રજા ને એસ. ટી.બસ તેમજ ખાનગી વાહનો માં મજબૂરી એ ઘેટાં બકરા ની જેમ મુસાફરી કરવી પડે છે જેથી મુસાફરો ને ભારે હાલાકી ભોગવી પડે છે . જામનગર થી વડોદરા સુધી ચાલતી ઇન્ટર્સીટી ટ્રેન ને લંબાવી જામનગર થી છોટાઉદેપુર સુધી લંબાવા આવે તેવી પ્રજા ની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here