છોટાઉદેપુર વિસ્તારના મુખ્ય માર્ગોનું મજબૂતીકરણ કરવામાં આવશે – પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર હાઈવે નંબર 62 જેમાં કવાટથી છોટાઉદેપુર -ઝોઝ- કેવડી ના મુખ્ય માર્ગ પસાર થતો હોય જે રસ્તાને 2016 – 17 ના પહેલી મે ગુજરાત સ્થાપના દિન સમયે મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ માર્ગ છોટાઉદેપુર સીટીની મધ્ય ભાગમાંથી પસાર થતો હોય અને છોટા ઉદયપુર જિલ્લા માંથી મધ્યપ્રદેશની બોર્ડર પર તમામ નાના-મોટા વાહનો પસાર થાય થતા હોય છે જેમાં બે કિ.મી જેટલો માર્ગ બિસ્માર હાલતમાં છે જેનું મજબૂતી કરણ ઘણા સમય 7 વર્ષ પહેલા થયુ હોવાથી રસ્તાને નુકસાન થયું છે. પરિણામે વાહનોને અને રાહદારીઓને ઘણી તકલીફ પડી રહી છે જેથી સદર બે કિ.મી રસ્તા નું તાત્કાલિક ધોરણે મજબૂતીકરણ થાય તે માટે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સચિવ માર્ગ મકાન વિભાગ ગાંધીનગરને પત્ર લખી માંગ કરી હતી જે અંગે સરકારમાંથી હકારાત્મક અભિગમ મળતા અને રસ્તો મંજૂર થતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી કે કવાટ – છોટાઉદેપુર – ઝોઝ રોડનું મજબૂતીકરણ કરવો ઘણું આવશ્યક હોય જે બે કિલોમીટર રસ્તો આ રસ્તો છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે જેનું નવીન ડામર તથા સિલેક્ટેડ જગ્યાએ પેવર બ્લોક અને ડીવાઇડર ની કામગીરી કરવા માટે સરકારે રૂપિયા બે કરોડ 51 લાખની મંજૂરી આપી છે. બિસ્માર રસ્તાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી હતી રસ્તા પર પડેલા ખાડા ને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો જે કામગીરી ઘણા સમયથી થતી ન હોય પરંતુ હાલ ધારાસભ્યની રજૂઆતના પગલે કામગીરી મંજૂર થતા છોટાઉદેપુર નગરની જનતાના ભારે આનંદની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here