છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કાર્યાલય વિજય ઉત્સવ ઉજવ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દેશના ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા ફટાકડા ફોડી ઉજવણી કરાઇ ઉત્તર પ્રદેશમાં સાયકલ પર  ભાજપ નું કમળ ફરી વળ્યું

ર૦ર૨ની ચુંટણી પુર્વે મહત્‍વના ગણાતા ઉતરપ્રદેશ સહીતના પાંચ રાજયોની યોજાયેલી ચુંટણીમાં ભાજપે કેસરીયા કરી ચાર રાજયોમાં ઝળહળતો વિજય મેળવ્‍યો છે. પાંચમાંથી ચાર રાજયોમાં ભાજપ સરકાર રચી રહી છે. એક માત્ર પંજાબમાં આપનું ઝાળુ ફરી વળ્યુ છે. ઉતર પ્રદેશમાં ભાજપે ઇતિહાસ રચી તોતીંગ બહુમતી મેળવી લીધી છે. ઉતરાખંડ અને મણીપુરમાં પણ કેસરીયો લહેરાયો છે. જયારે ગોવામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્‍યો છે પાંચ માંથી ૪ રાજયોમાં ભાજપનો વિજય થતા દેશભરમાં ભાજપે જશ્‍ન મનાવ્‍યો છે ત્યારે આજે છોટાઉદેપુર શહેર અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ ભારે જનમેદની ઊમટી પડી હતી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભારતમાતા કી જય અને વંદેમાતરમ્ નાં નારા બોલાવી અને આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here