છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે રૂ.૨૯૫૮૦ નો દારૂ ઝડપી પાડયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વડોદરા વિભાગ મહા નિરીક્ષક સંદીપ સિંહ તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઇ.જી.શેખની સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ફેરકુવા ગામે રહેતા મેઘલાભાઇ તુલસ્યાભાઇ રાઠવા રહે. ફેરકુવા, થાણા ફળીયા તા.જી.છોટાઉદેપુરના રહેણાંક મકાનમાં પ્રોહી રેડ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૮૪ જેની કિ.રૂ.૨૯,૫૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાયર્વાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપાવમાં આવેલ છે જ્યારે મેલાભાઈ તુલસ્યાભાઈ રાઠવા રહે.ફેરકુવા, થાણા ફળીયા,તા.જી.છોટાઉદેપુરને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here