છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમને મળ્યો વ્યાપક લોકપ્રતિસાદ .. ગ્રામ સ્વાગત કાર્યક્રમ દરમિયાન મળી ૨૧૩૬ અરજીઓ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજય સરકાર દ્વારા ઓનાઇન સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સ્વાગત સપ્તાહ ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. સ્વાગત સપ્તાહના કાર્યક્રમની ઉજવણીને અનુલક્ષીને તા. ૧૧/૦૪/૨૦૨૩ થી ૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં ગ્રામ સ્વાગતની અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
સ્વાગત કાર્યક્રમને સુદ્રઢ બનાવવા માટે રાજય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી અંગેનું આયોજન કર્યુ છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રચાર પ્રસારને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમને વ્યાપક લોકપ્રતિસાદ સાંપડયો છે. ગત તા. ૧૧/૦૪/૨૦૨૩ થી તા. ૧૭/૦૪/૨૦૨૩ દરમિયાન યોજાયેલા ગ્રામ સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા પંચાયતની બેઠક દીઠ એક મોટા ગામે આજુ બાજુના ગામોને આવરી લઇ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં ૨૧૩૬ અરજી મળી હતી. જીલ્લા પંચાયત બેઠક વાઇઝ યોજવામાં આવેલા ગ્રામ સ્વાગત કાર્યક્રમ દરમિયાન નસવાડી તાલુકામાં ૪૫૮, સંખેડા તાલુકામાં ૨૧૨, કવાંટ તાલુકામાં ૩૪૩, પાવીજેતપુર તાલુકામાં ૧૭૨, છોટાઉદેપુર તાલુકામાં ૨૯૦ અને બોડેલી તાલુકામાં ૬૬૧ અરજીઓ મળી કુલ ૨૧૩૬ અરજીઓ ગ્રામ સ્વાગત કાર્યક્રમ દરમિયાન મળી હોવાનું કલેકટર કચેરી તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here