છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિન્ડા મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરાવતા બે શિક્ષકોની બદલી થતા ધોરણ ૯. ૧૦. ૧૧ ના વિદ્યાર્થીઓ અન્ન ત્યાગ કરી ધરણા પર ઉતરી આવ્યા

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપર જિલ્લો આદિવાસી પૂર્વ પટ્ટી ધરાવતો જિલ્લો છે જ્યારે સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને સારામાં સારું ભણતર મળે તે ને લઈને અનેક મોડેલ સ્કુલ ની સ્થાપના કરેલ છે જેથી કરી આદિવાસી સમાજ નો પણ વિકાસ થાય જ્યારે નસવાડી તાલુકાના લિન્ડા મોડેલ સ્કૂલ માં અભ્યાસ કરાવતા બે શિક્ષકો ની બદલી થતા વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યા હતા જેને લઈને નસવાડી પોલીસ નો સ્ટાફ પણ બંદોબસ્ત માં ગોઠવાઈ ગયો હતો વિદ્યાર્થીઓ ની માગ છે કે અમારા શિક્ષક એમને પાછા આપો.

મોડેલ સ્કૂલ માં આશરે આશાળામાં ૫૦૦ જેટલાં વિધિર્થીઓ અભિયાસ કરે છે બે શિક્ષક જેમની અચાનક બદલી કરતા વિધાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહિયા છે.

શિક્ષણ કાળમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો ગુરુ શિષ્ય નો સંબંધ અનમોલ હોય છે પરંતુ જ્યારે વર્ષોથી એક આદર્શ શિક્ષક અને આજ્ઞાકારી વિદ્યાર્થી વચ્ચે અંતર આવી જતા ભારે આકરું લાગે છે. શિક્ષકોની બદલી કરી દેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ની લાગણી ફેલાઇ છે. જ્યારે આ આ શિક્ષકોની બદલી અટકાવી દેવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. જે નવાઈ ભરી વાત છે.
જ્યારે વિદ્યાર્થીઓ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો એ વ્યાજબી નથી. આ અંગે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે અમે કોઈ ગુનો કર્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here