છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનમા પોલીસ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શર્મા તથા ડીવાયએસપી શ્રી.એ.વી. કાટકડની અધ્યક્ષસ્થામા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશનમા જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્ર શર્મા તથા જિલ્લા પોલીસ નાયબ અધ્યક્ષ શ્રી.એ.વી. કાટકડ ની અધ્યક્ષસ્થા મા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો હતો, તેમજ ઇનપેકશન કાર્યવાહી પૂરી થતાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.
જેમાં કલારાણી કરાલી તથા આજુબાજુ ગામના વેપારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા. જેઓને શ્રી શર્માએ તેમની સમસ્યાઓ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં તેમજ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સારી છે.પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક છે.
તેમજ હાજર રહેલા આગેવાનોએ શ્રી એ.વી.કટકડ સાહેબની જિલ્લામાંથી બદલી થતા. દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
અંતે હાજર રહેલા આગેવાનોએ. પોલીસ અધ્યક્ષ શ્રી શર્મા સાહેબ તથા નાયબ અધ્યક્ષ શ્રી એ.વી.કાટકડ શાહેબ તથા કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન જી રોહિત સાહેબ નું પૂષ્પગુછં થી સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here