છોટાઉદેપુર એમ જી વી સી એલ કચેરીમાં વધુ કર્મચારીઓ મુકવામાં આવે તેવી પ્રજાની માંગ… પ્રજાને હાલાકી ભોગવવાનો વારો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકા છેલ્લા ઘણા સમયથી વીજળીની સમસ્યા ને કારણે પ્રજા ત્રાસી ગઈ છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા અસહ્ય ગરમી અને ઉકળાટ ને કારણે પ્રજાએ ભારે હાલાકી ભોગવી પડી રહી છે . આકસ્મિક વીજ ફોલ્ટ થતા કર્મચારીઓ પોતાની ફરજ નિભાવે છે પરંતુ વધુ કર્મચારીઓની જરૂર હોય અને આકસ્મિક વીજફોલ્ટ થતાં હાલનો સ્ટાફ સ્થળે પહોંચી શકતો નથી અને વીજળી લાંબો સમય સુધી બંધ રહે જેને કારણે આકરી ગરમીમાં નગરમાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠે છે. ગતરોજ છોટાઉદેપુર નગરમાં ગુરુકૃપા વિસ્તારમાં વીજળી નો પુરવઠો વારંવાર ખોવાઈ જતા ત્રાસી ગયેલા રહીશો એમજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાનું હેડ ક્વાર્ટર છે. નગરમાં અંદાજે 35,000 ની વસ્તી વસવાટ કરતી હોય જ્યારે વરસાદ વરસતાની સાથે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. પરંતુ કર્મચારીઓ દ્વારા મળેલ વિગતોના આધારે હાલ છોટાઉદેપુર નગરમાં 25 કર્મચારીઓનું સ્ટાફ છે પરંતુ 12 થી 13 જેટલા કર્મચારીઓ ની વધુ જરૂર છે. જેના અભાવે નગરમાં પૂરતી સેવા આપી શકાતી નથી તેમ કર્મચારીઓમાં અંદરો અંદર ચર્ચાતું હતું. જ્યારે વીજ પુરવઠો ખોરવાઈ ત્યારે ફોલ્ટ શોધવામાં ઘણી વાર લાગતી હોય છે એને વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની સમસ્યા હોય પરંતુ કર્મચારીઓના અભાવે સમયસર કામ હતું નથી
છોટા ઉદેપુર નગરમાં તહેવાર હોય કે અસહ્ય ગરમી હોય પરંતુ વીજળી નું પુરવઠો ખોરવાઈ જતા વહેલી તકે સપ્લાય પરત મળતો નથી. જેના કારણે વૃધો, અને નાના બાળકોને ભારે ગરમી સહન કરવાનો વારો આવે છે અને ઘરમાં રહેવાતું પણ નથી તેઓ ભયંકર બફારો થતો હોય છે તેવા સમયે વીજળીનો પ્રવાહ ન આવતા પ્રજા ત્રાહિમામ ઉઠે છે જે ગ્રાહકો છે ગ્રાહકોની કાળજી રાખવી એમજીવીસીએલ ની પ્રાથમિક ફરજમાં આવે છે જેના કારણે પૂરતા કર્મચારીઓ ગોઠવી નગરમાં વીજળીની સમસ્યા ન બને તેવા સફળ પ્રયાસ કરવા જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here