ચલામલી બ્રહ્માકુમારીઝ ઘ્વારા પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

બોડેલી, (છોટાઉદપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ રસીલાબા પ્રાથમિક શાળા,માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલ ખાતે ચલામલી બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના સંચાલિકા બ્રહ્માકુમારી સેજલબેન અને સુમિત્રાબેન ઘ્વારા નાના ભુલકાઓ,વિદ્યાર્થીઓને રક્ષા બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.રક્ષાબંધન પર્વને સંબોધન કરતા બ્ર.કુમારી સેજલબેને વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓની રક્ષા કરવા અને ઘરમાં પિતા,ભાઈ જે વિવિધ પ્રકારના વ્યસનો કરતા હોય તેને નિર્વ્યસની બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.અંતમાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી રક્ષા બાંધી ચોકલેટ આપી ગળ્યું મોં કરાવ્યું હતું.વિદ્યાર્થીઓએ પેન્સિલ,પેન આપી બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં બોડેલી તાલુકા એટીવીટી સભ્ય પરિમલ પટેલ,ગામના સેવાભાવી દાતા ડો જીગ્નેશભાઈ પંડ્યા,પ્રાથમિક શાળાના આચાર્ય નિરાલીબેન પટેલ સહીત શિક્ષકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ પ્રાથમિક,માધ્યમિક શાળામાં બ્રહ્માકુમારીઝ ઘ્વારા રક્ષાબંધન પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here