ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકા બહેનોની બદલી થતા વિદાય સમારંભ યોજાયો…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી વધુના સમયથી ફરજ બજાવતા અને બાળકોને સારું શિક્ષણ આપી ગામ લોકોનું અને વિદ્યાર્થીઓનું દિલ જીતી લે તેવા સંસ્કારોનું સિંચન કરતા તેમજ શાળામાં શિક્ષણને બહુ આગળ લાવવામાં મોટું યોગદાન આપી શાળાનું ગામનું તથા સમસ્ત તાલુકાનું નામ રોશન કરનાર શિક્ષકોની બદલી થતાં ગામના લોકો તથા આગેવાન નગીનભાઈ સરપંચ, ભોપત આઈ ડેપ્યુટી સરપંચ, મયજઈ દાસ, રમણભાઈ, મુઝફ્ફર ભાઈ તથા ઉસ્માન ભાઈ સહિત ગામ લોકો તથા પાલ્લા પગાર કેન્દ્રમાં આવતી શાળાઓના તમામ શિક્ષકોએ હાજર રહી બદલી થનાર શિક્ષિકાઓને ભાવભીની વિદાય આપી હતી, આ સમયે સમગ્ર ગામમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here