ગોધરા : પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું ગૌરવ…

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ઈન્ટરકોલેજ ટેન્કવાન્ડો ટુર્નામેન્ટ શ્રી એમ.એન્ડ વી. આર્ટસ અને કોમર્સ કોલેજ હાલોલની યજમાની હેઠળ યોજાય હતી. આ ટુર્નામેન્ટમાં સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા સંચાલિત પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ની વિનિયન શાખામાં સેમ-૩માં અભ્યાસ કરતા સતીષ રામુભાઈ ભોઈ એ ૫૪ કિ.ગ્રા. સુધીની શ્રેણીમાં કોલેજના સ્પોર્ટ્ કોર્ડિનેટર ડૉ.વિજય નીનામા ના માર્ગદર્શન હેઠળ ભાગ લઇ પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા છે. યુનિવર્સિટી નેશનલ ટેંકવાન્ડોની રમત માં ૫૪ કિ.ગ્રા. સુધીની શ્રેણી માટે પસંદગી થયેલ છે. સતીષ ભોઈ એ પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. અને યુનિવર્સીટી નેશનલ ટેન્કવન્ડોમાં પણ વિજેતા બનીને કોલેજ અને યુનિવર્સિટી નું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here