ગોધરા તાલુકા વિસ્તારમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મી એવા હોમગાર્ડ જવાનનો આકસ્મિક મોત થતા ઘર-પરિવાર સહીત પોલીસબેડામાં ગમનો માહોલ…

ગોધરા,(પંચમહાલ)
આજ કી તાજા ન્યુઝ : ફિરદોશ ઢેસલી

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નદીસર ગામના પોઇન્ટ ઉપર ફરજ દરમિયાન હોમગાર્ડ જવાનની તબિયત લથડતા અચાનક મૃત્યુ થઇ…

મરણ જનાર હોમગાર્ડ મીનેશકુમારની અચાનક મૃત્યુ થવાથી તેઓના નશીબે જન્મ લેનાર બે બાળકો અનાથ થયા…તેમજ પરિવારજનો નિસહાય બન્યા…

સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા સરકાર મરણ જનાર હોમગાર્ડ જવાનના ઘર પરિવારની મદદે આવશે… લોકોએ એવી આશા વ્યક્ત કરી…

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સહીત ભારત દેશમાં પણ કોરોનાના કહેરે આતંક મચાવ્યો છે, દિન પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે જેના કારણે સામન્ય જન જીવન ખોરવાઈ પડ્યું છે. કોરોના પ્રકોપને વધતો અટકાવા ગુજરાત સરકારના નિર્દેશો અનુશાર પંચમહાલ જીલ્લા પ્રસાશન પણ અથાગ મહેનત કરી રહ્યું છે. તેમછતાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં રોજ-બરોજ વધારો નોંધાઈ રહ્યો છે. આવા કપરા સમયમાં પંચમહાલ જીલ્લાના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ અને પોલીસ પ્રસાશન જનહિત ખાતર રાત-દિવસ ખડે પગે સેવા બજાવી રહ્યા છે.

આજે એક તરફ કોરોનાનો પ્રકોપ છે જ્યારે બીજી તરફ તપતા તપારાના કારણે ગરમીનો કહેર વરસી રહ્યો છે. તેમ છતાં પંચમહાલ જીલ્લામાં માનવભક્ષી એવા કોરોનાના વધતા કેસોને લઈને જીલ્લા વહીવટી ખુબજ સતર્કતા પૂર્વક કામગીરી કરી રહ્યું છે. લોકરક્ષા કાજે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી કરાવવા પોલીસ કર્મચારી સહીત હોમગાર્ડ જવાનો પણ પોતાની જાનની પરવા કર્યા વગર અવિરત સેવા આપી રહ્યા છે. જયારે અમુક સમયે તો કોરોના યોધ્ધા એવા સુરક્ષા જવાનો લોકોના હિત ખાતર પોતાની ફરજ દરમિયાન પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કરતા નથી અને અંતે તેઓને બીમાર પાડવાનો વારો આવતો હોય છે. પરંતુ ગત રાત્રીએ તો સુરક્ષા જવાન એવા હોમગાર્ડની અચાનક તબિયત ખરાબ થતા અભેદ કારણોસર જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નદીસર ગામના પોઇન્ટ ઉપર ફરજ બજાવતા અને જુનીધરી ગામના રહેવાસી એવા હોમગાર્ડ જવાન નામે મીનેશકુમાર પ્રવીણભાઈ માંછીની ગત રાત્રી દરમિયાન તબિયત લથડતા અચાનક મોત નીપજી હતી. આ બનાવની જાણ થતા કાંકણપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના શબને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ફરજ દરમ્યાન મરણ જનાર હોમગાર્ડ જવાનની ઉંમર આશરે ૨૫ વર્ષ જેટલી હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેઓ પરણિત હોવાથી તેઓના નશીબે બે બાળકોએ જન્મ લીધો છે, તદુપરાંત તેઓ સહપરિવાર સહીત ભેગા રહેતા હોવાથી તેઓના ઘર પરિવારની જવાબદારી તેઓના ખભે હતી, ગત રોજ રાત્રીએ કાંકણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નદીસર ગામના પોઇન્ટ ઉપર લોકરક્ષા કાજે ફરજ દરમિયાન તેઓની અચાનક મુત્યુ થતા સમસ્ત પોલીસ પ્રસાશન સહીત તેઓના ઘર પરિવારમાં ગમની લાગણી છવાઈ ગઈ છે. તેમજ ફરજ દરમિયાન એક હોમગાર્ડ જવાનની મોતના સમાચાર સમગ્ર પંથકમાં પ્રસરાતા લોકોમાં પણ ભારે દુઃખની ચર્ચાઓ થવા લાગી હતી. જ્યારે અમુક લોકો તો મરણ જનાર હોમગાર્ડ જવાનના ઘર પરિવારની ફિકર ચિંતામાં ભારે ભાવુક થયા હતા અને સરકાર મરણ જનાર હોમગાર્ડ જવાનના ઘર પરિવારની મદદે આવશે એવી આશા વ્યક્ત કરી રહ્યા હતા. હવે જોવું રહ્યું કે સરકાર મૃતક સુરક્ષા જવાનના ઘર પરિવારની વ્હારે આવે છે કેમ…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here