ગોધરા તાલુકાનાં ચિખોદ્રા-૩ નાં આંગણવાડી કાર્યકરે સ્વખર્ચે માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યા…

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

ભારતનાં પાડોસી દેશ એવા ચીનની કુદરતથી વધીને એટલે કે વધારે પડતી ચતુરાઈઓના કારણે આજે સમગ્ર વિશ્વ હેરાન પરેશાન થઇ રહ્યો છે, ચીનના વુહાન શહેરમાંથી જન્મ લઇ આજે દુનિયાનાં અનેક દેશોને પોતાના અજગરી ભરડામાં લેનાર કોરોના વાયરસે લાખ્ખો લાકોને સંક્રમિત કર્યા છે જ્યારે હજારો જીવોનો ભોગ લીધો છે. જગત જમાદાર એવા અમેરિકામાં આજે પણ કોરોનાંનો કહેર સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ ઉગતા સુરજની સાથે વધી રહ્યું છે તેમજ રોજે-રોજ નવા દિવસનો સુરજ આથમતાની સાથે સંક્રમીતોની સંખ્યામાં વધારો જોવા મળે છે. આજે ભારતમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે એટલે કે ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા બાદ સરકાર દ્વારા ફરીથી ૨૦ દિવસનું લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. જેના કારણે રોજ મજુરીકામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવનારાઓની હાલત ડફોડી બની રહી છે. તેમછતાં “જાન હૈ તો જહાન હૈ” એવું વિચારી લોકો જેમતેમ પોતાનું પેટીયું રડતા રહે છે. અને લોકડાઉનનું અમલ કરતા રહે છે. આવા કપરા સમયમાં પણ અનેક એવા સાહસિક જીવો છે કે જેઓ કોરોના મહામારીની સામે પોત પોતાની રીતે જંગ લડી રહ્યા છે. અને પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે સરકારને અને બીજા અન્ય નાગરિકોને મદદરૂપ થતા હોય છે. અઆવો જ એક બનાવ ગોધરા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ચર્ચા વિષય બની ગયો હતો ….

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ ગોધરા ધટક-૩ જીતપુરા સેજાનાં ચિખોદ્રા-૩ના આંગણવાડી કેન્દ્રનાં કાયૅકર એવા સમીરાબહેન જરદા કોરોના વાયરસની મહામારીથી બચવા ખર્ચ ન કરી શકે તેવા ગરીબોને પોતાના ખર્ચે સિલાઈ મશીન ઉપર માસ્ક બનાવીને વિનામુલ્યે આપી રહ્યા છે, હાલ લોકડાઉનનાં બીજા તબક્કાનાં દિવસો પસાર થઇ રહ્યા છે આવા સમયમાં કોઈ પણ વ્યક્તિ બહાર નીકળવા રાજી નથી તેમજ કોરોનાની મહામારીના કારણે આ માનવભક્ષી વાયરસથી રક્ષણ મેળવવા મોઢા પર માસ્ક પહેરવું ખુબજ જરૂરી બની ગયું છે ત્યારે આંગણવાડી કેન્દ્રનાં કાયૅકર એવા સમીરાબહેન પોતાનું દરેક કામ બાજુ પર મૂકી મહામહેનતે સિલાઈ મશીન થકી માસ્ક તૈયાર કરી રહ્યા છે અને એ માસ્ક તૈયાર થયા પછી ગરીબ અને જરૂરતમંદ લોકોને મફતમાં વિતરણ કરી રહ્યા છે. તેઓની આ ઉમદા કામગીરીની ચર્ચાઓ ગોધરા સહિત સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here