ગુજરાત પ્રદેશ ભાજપાનાં ઉપપ્રમુખશ્રી ગોરધન ઝડફિયા સાથે શુભેચ્છા મુલાકાત સહિત ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરતા ગોપાલભાઈ પટેલ અને ખુમાનસિંહ ચૌહાણ

ગોધરા,(પંચમહાલ) રાજેશ પટેલ :-

આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપા નાં ઉપપ્રમુખશ્રી માન.શ્રી ગોરધન ઝડફિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરાના ખેડૂત પ્રતિનિધિ શ્રી ગોપાલભાઈ જી પટેલ અને શ્રી ખુમાનસિંહ યુ.ચૌહાણએ પંચમહાલ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી અને આવનાર સમયમાં ધરતીપુત્રોની તમામ સમસ્યાઓનું સુખદ નિરાકરણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

મળતી વિગતો મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા ના ખેડૂત પ્રતિનિધિ ગોપાલભાઇ જી. પેટલ (કા.સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપા) અને ખુમાનસિંહ યુ. ચૌહાણ (પ્રમુખ, કિસાન મોરચો પંચમહાલ જિલ્લો) અને ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લાના ખેડૂતોના પાયા પ્રશ્નો ની માન.શ્રી હિતેશભાઈ પટેલ, પ્રમુખ, કિસાન મોરચો ગુજરાત પ્રદેશ અને સબંધિત વિભાગના માન.મંત્રીશ્રીઓને વિનંતી રજુઆત કરવામાં આવી હતી અને તમામ પ્રશ્નોનો સત્વરે નિરાકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જે બદલ ખેડૂતો આગેવાનોએ રાજ્ય સરકારનો સહદય આભાર માનેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here