ગાંઘીનગર સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન. યોજાયું

ગાંધીનગર, સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિન પ્રસંગે તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર દાદાનું 1008 આહુતિ યુક્ત પૂજન-હવન સંગીતના સથવારે યોજાયેલ.જેમાં પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી પુન્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.પૂજય ગુરુદેવના 60માં જન્મદિવસ નિમિત્તે 60 પરિવારોને રાશન કીટ અર્પણ,ગાયોને ઘાસ ચારો,છ ગામોમાં પરમાત્માને આંગી,છ ગામોમાં સ્કૂલના બાળકોને નાસ્તો,છ ગામોમાં આવડાનું નિર્માણ થશે,છ ગામોમાં ચબુરાતનું નિર્માણ થશે.શ્રી માણિભદ્રવીર દાદાની પ્રત અને ગુરૂ રત્નશેખરસૂરી ગુરૂ પાદુકા પૂજન પ્રત બાર પાડવામાં આવશે.આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો તરીકે શ્રીમાન રજનીભાઈ પટેલ,શ્રીમાન પ્રશાંતભાઈ કોરાટ,શ્રીમતિ ભાનુમતીબેન મકવાણા,શ્રીમતિ કવિતાબેન દેઢિયા, શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ,શ્રીમાન કશ્યપભાઈ જાની,શ્રીમાન કુલદીપભાઈ સંઘવી,શ્રીમાન કુલીનભાઈ દેઢિયા, શ્રીમાન વિજયભાઈ મકવાણા,જીગરભાઈ શાહ,સંજયભાઈ શાહ,પરેશભાઈ શાહ,નિલેશભાઈ જોટંગીયા,બજુ પાંચણી, કુમારભાઈ શાહ,પંકજભાઈ સોમાણી વિગેરે ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો અને દાતા પરિવારોનું ટ્રોફી,સાલ અને છોડ આપી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે 60 રૂ. નું સંઘ પૂજન કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here