કોરોના સંકટમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા ગરૂડેશ્વર તાલુકાના વવીયાલા ગામના યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા.

ગરૂડેશ્વર,(નર્મદા)
મનોજ પારેખ

રક્તદાન કાર્યક્રમમાં માસ્ક પહેરીને સોશિયલ 40 યુવાનોએ કોરોના સંકટમાં રક્તદાન કર્યું,40 બોટલ રક્ત એકત્ર થયું

કોરોના સંકટમાં જરૂરીયાત મંદોને માટે લોહી આપનારા બનેલા રક્તદાતાઓ પર પુષ્પવર્ષા કરી પ્રમાણપત્ર આપી તેમનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું…

રક્તદાતાઓ ને માસ્ક અને બિસ્કિટનું પણ વિતરણ કરાયું

સમગ્ર ભારત દેશ સહીત નર્મદા જિલ્લામાં લોકડાઉનનું ચોથું ચરણ ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સિકલસેલના અને એનેમિયા સહિત કુપોષણના શિકાર દર્દીઓનું પ્રમાણ વધુ છે. અને અકસ્માતો તેમજ ડીલેવરી જેવા સિરિયસ કેસોમાં લોહીની જરૂરીયાત વધારે રહે છે. જેમાં દર્દીઓને એ લોહી પૂરું પાડતી રાજપીપળાની એક માત્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળા બ્લડ બેંક પાસે પૂરતું લોહી ન હોવાથી કોરોના લોક ડાઉનમાં પણ સ્વૈચ્છિક રક્તદાન અપીલ કરતા ગરુડેશ્વર તાલુકાના વવીયાલા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ભીલ અને ગામના યુવાનોએ ઝીલી લઈ યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કરવા આગળ આવ્યા હતા. જેમાં તા.25.5.20 મંગળવારના રોજ વવીયાલા ગામે પ્રાથમિક શાળામાં રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળા અને જરૂર કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને વવીયાલા ગ્રુપ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કાર્યક્રમમાં માસ્ક પહેરીને સોશિયલ સાથે 40 જેટલા યુવાનો વારાફરતી સંકટમાં રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળાના ડો. જે.એમ.જાદવ, સદસ્ય દીપકભાઈ જગતાપ કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ, વવીયાલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્રભાઈ ભીલ,સરપંચ પ્રમુખ નિરંજન વસાવા , તિલકવાડા સરપંચ અરુણભાઈ તડવી , ધામદારા સરપંચ શીતલ તડવી તેમજ ડો .વનરાજ સોલંકી તથા અન્ય ગામના આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેનજગતાપે રક્તદાન કરનારા દાતાઓને માસ્ક અને બિસ્કિટનું પણ વિતરણ કર્યું હતું તથા ગામના યુવાનો તેમજ દરેક રક્તદાતાઓ નું કોરોના વોરિયર્સ તરીકે પુષ્પવર્ષા કરી તથા પ્રમાણપત્ર તેમજ કાર્ડ આપી બહુમાન રક્તદાન અંગે ગ્રામ્ય વિસ્તારમાં વધુ જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા જણાવી લોકોની જિંદગી બચાવવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી ગામના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જોકે આ પ્રસંગે ડો.જે. એમ.જાદવે કોરોનાની મહામારીના સંકટમાં લોકોને લોહીની ખાસ જરૂરીયાત ઉભી છે. ત્યારે રક્તદાનનું મહત્વ છે. તેની સમજ આપી રક્તદાન કરવાથી આરોગ્યને લગતી થતા થનારા ફાયદાની સમજ પણ અપાઈ હતી. આવા કપરાકાળમાં લોકો રક્તદાન કરવા આવતાં સંકોચ અનુભવે છે.તેવા કપરા સંજોગોમાં વાવલીયા ગામના યુવાનો એ સ્વૈચ્છિક રક્તદાન કરી કોરોના સંકટમાં જરુરિયાત મંદો માટે લોહી આપનારા દાતાઓ પર પુષ્પવર્ષા કરી તેમનું કોરોના વોરિયર્સ તરીકે તાળીઓથી વધાવીને રક્તદાતાઓ નું સન્માન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here