કાલોલ તાલુકાની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારત દેશમાં દર વર્ષે ૫ સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બધા બાળકો શિક્ષકોનો આભાર માને છે. શિક્ષક દિવસ મુખ્ય રૂપમાં દેશનાં બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ પર દેશ ભરમાં ઉજવવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ ૫ સપ્ટેમ્બર રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં થનગની રહેલા એવા રીફાઇ પબ્લિક સ્કૂલના બાળકોએ શિક્ષક દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી એક શિક્ષક તરીકે ફરજ કેવી હોય છે એની એનો અનુભવ કરવા માટે બાળકોને શિક્ષણ આપવા તૈયાર કરવા એક દિવસ માટે શિક્ષિક તરીકે ધોરણ ત્રણથી પાંચના બાળકોએ ફરજ બજાવીને ભારે જહેમત ઉઠાવી એક દિવસ માટે શિક્ષણ કાર્ય કેવું હોય છે તેનો અનુભવ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ તાલુકાની બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલ ખાતે તમામ સમાજના બાળકોને શિક્ષણ થકી મુસ્લિમ સમાજના ધર્મગુરુ હઝરત સૈયદ કમાલ્લુદ્દીન રીફાઇ સાહેબ કોઈ નાત જાત કે ઊંચનીચના ભેદભાવ જોયાં વગર તેમની રાહબરી હેઠળ આપી રહ્યા છે સૈયદ કમાલ્લુદ્દીન રીફાઇ સાહેબ બાળકોનું ભવિષ્યનું સિંચન કરવા અથાગ પરિશ્રમ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ થકી આગળ વધારીને શિક્ષિત અને જાગૃત કરી અવારનવાર અનેક કાર્યક્રમોનું તેવો દ્વારા આયોજન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here