કાલોલ તાલુકાના ચલાલી ગામની ગોમા નદીમાં ખનીજ ચોરી કરતા માફિયાઓના ડંપરની ટક્કરે યુવકનું ઘટના સ્થળે મોત…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના ચલાલી ગામે ગોમા નદીના પટમાં હિટ એન્ડ રનનો કેસ… યુવકનું ઘટનાસ્થળે મોત

ખનીજના કાળા ધંધામાં સોનું ભાંપી ગયેલા ખનીજ માફિયાઓ બેફામ…

કાલોલ તાલુકાના ચલાલી ગામમાંથી પસાર થતી ગોમા નદીમાં સરકારશ્રીના કોઈ પણ જાતના પાસ પરવાના વગર ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ સક્રિય થયા છે. ફરિયાદની વિગતો મુજબ મંગળવારના રોજ ચલાલી ગામના જોષી ફળિયામાં રહેતા કિશોરસિંહ કિરીટસિંહ ચૌહાણ ઉ. વ.૨૫ કે જે તેના દાદા ગલસિંહ અમરસિંહ ચૌહાણ સાથે ચલાલી ખાતે ગોમા નદીમાં રેતી ભરવા માટે મજૂરીકામ માટે ગયા હતા. જ્યાં ડમ્પર નંબર જી.જે.૦૨ ઝેડ ઝેડ ૭૧૭૨ ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે, પૂરઝડપે, બેફિકરાઈથી હંકારી કિશોરસિંહના ઉપર ચડાવી દેતા તેના માથાના ભાગમાં વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મરણ જનાર યુવકના ભાઈ નિલેશકુમાર કિરીટ સિંહ ચૌહાણ પોતાના નદી કિનારેના ખેતરમાં કામ કરતો હતો અને તેના દાદા ગલસિંહ ચૌહાણ મૃતક યુવકને ૪:૪૫ કલાકે ચા આપવા માટે જતા હતા તે સમયે સદર પીળા કલરનું ડમ્પર ચાલકે તેના ભાઈને ટક્કર મારતા તેના દાદાએ નિલેશભાઈને બુમ પાડતા તેઓ દોડીને નદીના પટમાં ગયેલા તેઓની સાથે તેમના કાકાનો દીકરો મહેશ તથા અન્ય દિલીપભાઈ વગેરે દોડીને પહોંચી હ્ય હતા જેઓએ ડમ્પરનો નંબર નોંધી લીધો હતો અને નદીના પટમાં નિલેશભાઈ એ પોતાના ભાઈને માથામાં વાગેલું જોયું તથા માંસના લોચા બહાર નીકળી ગયેલા જોયા અને પોતાનો ભાઈ ઘટનાસ્થળે મરણ પામેલ હતો ત્યાર બાદ તેને ખાનગી વાહનમાં ગોધરા સરકારી દવાખાનામાં મૂકી ડમ્પર ચાલક વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ આપી વેજલપુર પોલીસે ઇપીકો કલમ ૨૭૯, ૩૦૪એ ,૩૩૭ ,૩૩૮ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭,૧૮૪, ૧૮૭ આ મુજબનો ગુનો દાખલ કરી ડમ્પર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here