કાલોલ તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનારને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી કાલોલ પોલીસ….

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લગ્ન કરવાના ઈરાદે વાલીપણા માંથી ભગાડી ગયેલ કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામના ગુલાબસિંહ કિરણસિંહ ચૌહાણ વિરૂદ્ધ સગીર બાળાની માતાએ ગત મંગળવારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ મુજબ અપહરણની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરેલ અને સગીરા અનુસૂચિત જનજાતિની હોવાથી એસ.સી.એસ.ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ ગુનાના ગુલાબસિંહ કિરણસિંહ ચૌહાણ તથા સગીરાને શોધવા કાલોલ પોલીસે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જુદી જુદી ટીમો બનાવી મોબાઈલ ફોનના લોકેશન અને SDR/
CDR આધારે તપાસ કરતા વડોદરાના સાવલી તાલુકામાં આવેલા લટિયાપુરા અને ઘોઘંબા પાસેના કંકોડાકુઈ ગામનું લોકેશન હોવાનું બહાર આવતા બંને જગ્યાએ તપાસ કરતા કંકોડાકુઈ ગામમાંથી ગુરૂવારે સગીરા અને ગુલાબસિંહ કિરણસિંહ ચૌહાણ મળી આવતા તેઓને કાલોલ પોલીસ સ્ટેશનમાં લાવી આ ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને જાણ કરી તેઓને સોંપણી કરી હતી આમ કાલોલ પોલીસે ગણત્રીના કલાકોમાં જ પોકસોના ગુનાનો આરોપી અને સગીરાને પકડી પાડેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here