કાલોલના ધોડા અને હાલોલના કણબીપાલ્લી ગામે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ વિષય અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ધોડા અને હાલોલ તાલુકાના કણબીપાલ્લી ગામે ‘આપણો તાલુકો, બાગાયત તાલુકો’ અંતર્ગત ખાતે પ્રાકૃતિક ખેતી અંગે બુધવારે એક દિવસીય તાલીમ/શિબિર યોજાઈ હતી.

રાજ્યના બાગાયત વિભાગ દ્વારા આયોજીત આ એક દિવસીય તાલીમ શિબિરમાં જિલ્લાના બાગાયત વિભાગ, આત્મા કચેરી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત વિભાગ હસ્તક ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા ફળપાકોનો વિસ્તાર વધે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્થાનિક પાકો વિશે સમજણની સાથે સાથે આ તાલીમમાં સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપરાંત આત્મા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here