કરોડો રૂપિયાનું આંધણ કરતી રાજપીપળા નગરપાલિકા પાસે કર્મચારીઓને ચુકવવા નાંણા નથી !

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કાયમી કર્મચારીઓ સહિત નિવૃત્ત કર્મચારી ઓને છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્શન ચુકવવા ને બદલે હજી સુધી પાંચ મા પગારપંચ મુજબ જ થતું ચુકવણું !!

તત્કાલીન ચીફ ઓફિસરો સાતમા પગાર પંચ મુજબ પગાર લેતા હો‌વાનો કર્મચારી મંડળ નો આરોપ

પગાર સહિત ગ્રેજયુએટી પેન્શનરોને અંતયેષઠી પેન્શન ની માંગણીઓ સંદર્ભે ૧લી થી કર્મચારીઓ આંદોલનના માર્ગે

રાજપીપળા નગરપાલિકાના શાસકો સામે નગરપાલિકા નિવૃત્ત કર્મચારી ઓ સહિત નગરપાલિકા માફરજ બજાવતા કાયમી કર્મચારીઓ એ પોતાની વારંવાર ની માગણી ઓ છતાં તેમના પગાર સહિત પેન્શન ના પશ્રો નું વર્ષો થી કોઈ જ નિરાકરણ ન આવતાં દીવાળી ટાંણે જ કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજપીપળા નગરપાલિકા કર્મચારી મંડળ ના પ્રમુખ રસીક સોલંકી ના જણાવ્યા અનુસાર નગરપાલિકા માફરજ બજાવતા કાયમી કર્મચારીઓ સહિત નિવૃત્ત કર્મચારી તા.૧લી નવેમ્બર થી નગરપાલિકા ના પટાંગણ માંજ પ્રતિક ઉપવાસ આંદોલન નો માર્ગ પોતાના પશ્રો ના નિરાકરણ માટે અપનાવવાના છે. આ અંગે તેઓએ જણાવ્યું હતુ કે નગરપાલિકા મા ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારી ઓને ગ્રેજ્યુએટી તથા પેન્શન પુરેપુરો ‌સરકાર ના ધારાધોરણો મુજબ ચુકવવા નોથતો હોય છે નિવૃત્ત થયા ના એકજ માસ માં ગ્રેજ્યુએટી મળવા પાત્ર બને છે, પરંતુ નગરપાલિકા ના તત્કાલીન ચીફ ઓફિસરો એ બાબતે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો તેમના પર આરોપ લગાવ્યો હતો. કર્મચારીઓ ને ત્રણ ત્રણ વર્ષ થી મીનીમમ પેન્શન ક્યાં નિયમો ને આધિન ચુકવવા મા આવેછે ? નો વેધક પ્રશ્ન ઉઠાવી તત્કાલીન ચીફ ઓફિસરો જયેશ પટેલ અને પરાક્રમસિંહ મકવાણા ને સાતમા પગાર પંચની મુજબ પોતાનો પગાર લઇ લેતા,અને તેપણ નગરપાલિકા ના સ્વ ભંડોળ માંથી ! સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નહોતી.જયારે પેન્શનરો ને સરકાર ના પરિપત્રો ની ધજીયા ઉડાવી અવગણના કરી હોવાનો ગંભીર આક્ષેપ તત્કાલીન ચીફ ઓફિસરો ઉપર લગાવ્યો છે.ગરેજયુઇટી ના નાંણા તો વ્યાજ સાથે ચુકવવા નો સરકાર ના પરિપત્રો છે, જેથી નગરપાલિકા વ્યાજ સાથે ચુકવણું કરસે જેથી નગરપાલિકા ને આર્થિક નુકશાન થસે જેની જવાબદારી પણ ફિક્સ કરવાની માંગ કરી છે.

મૃત્યુ પામેલા કર્મચારીઓ ના પરિવાર ને અંતયેષઠી પેન્શન સરકાર ના પરિપત્રો મુજબ ચુકવવા માઆવતુ જે ચુકવવા મા આવતું નથી જેની જવાબદારી નક્કી કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા ની પણ માંગ કરાઇ છે.

નગરપાલિકા ના તત્કાલીન કર્મચારીઓ ને હજી સુધી પાંચ મા પગારપંચ મુજબ પગાર ચૂકવવામાં આવે છે ૨૦૨૦-૨૧ ની મહેકમ ખર્ચ ની ટકાવારી ૪૦.૧૧ ટકા જેટલી થઈ હોવાછતાં છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્શન ચુકવવા મા આવતું નથી ! આને પાંચ મા પગારપંચ મુજબ જ ચુકવાય છે.સદર હકીકત ન્યાય સંગત અને વ્યાજબી ન હોય છઠ્ઠા પગારપંચ મુજબ પગાર અને પેન્શન ચુકવવામાં આવે ની માગણી કરી છે.જો આ બાબતે તાત્કાલિક અસરથી અમલ કરવામાં નહીં આવે તો ૧લી નવેમ્બર થી નગરપાલિકા ના પટાંગણ માંજ કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરસે ની ચીમકી કર્મચારી મંડળ તરફથી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here