કકરોલિયા ભક્ત ઇંગલિશ મીડિયમ સ્કૂલ ખાતે ત્રિદિવસીય વાર્ષિક સ્પોર્ટ્સ ડેની રંગેચંગે ઉજવણી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામે આવેલ જિલ્લાની નામાંકિત ભક્ત ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સ્પોર્ટ્સ ડેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે તા.૨૯ મી જાન્યુઆરીના રોજ પ્રારંભ કરી કે.જી વિભાગથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે આપણું આરોગ્ય, આપણું ભવિષ્ય’ થીમ આધારિત યોજવામાં આવ્યો હતો.સાથે સ્પોર્ટ્સ ઇવેન્ટસમાં ટોર્ચ સેરેમોની,શપથ સેરેમોની,માર્ચ પાસ્ટ,સૂર્ય નમસ્કાર,ટગ ઓફ વોર,વિવિધ રનિંગ રેસ,માઇક્રો ઇવેન્ટ,માસ ડ્રિલ,ડમ્બલ ડ્રિલ, લેઝિયમ ડ્રિલ,જુડો વિગેરે યોજવામાં આવ્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભવ્ય ભારત ઝાંખીમાં રાષ્ટ્રભક્તિ,રામ ભક્તિ,સ્વામી વિવેકાનંદનો જીવન સંદેશ,ભારત નાટ્યમ G-20,ચંદ્રયાન,આદિત્ય એલ૧,ફર્સ્ટ એઈડ,પરંપરાગત રમતો,પૅરાશૂટ ડાન્સ,પિરામિડ ફોર્મેશન એ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને પોઝિટિવ, નેગેટિવ મિલેટ્સના સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શાળા ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલ,ચેરમેન કમ પેટ્રોન રમેશ ચાચા,સક્રેટરી શાંતિભાઈ પટેલ,એજ્યુકેશનલ ડિરેક્ટર કનુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયપ્રકાશ પટેલ,ખજાનચી શ્રી સંદીપ પટેલ,ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ પટેલ,નરેશભાઈ પટેલ,કાંતિભાઈ પટેલ હાજર રહ્યા હતા.શાળા આચાર્ય સાંતનું કુમાર સાહુ,ઉપાચાર્યા રાજશ્રી ભટ,કે.જી વિભાગના હેડ મિસ્ટ્રેસ મધુસ્મિતા સાહુએ સંબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉત્સાહભેર નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here