એસ.બી.સોલંકી વિદ્યામંદિરના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી શ્રીમતી એસ.બી.સોલંકી વિદ્યામંદીર ના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર નો આજ રોજ અશ્રુ ભીની આંખોએ વિદાય સમારંભ યોજાયો જેમા નસવાડી ગામના દરેક સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓ પુર્વ વિદ્યાર્થીઓ રાજકીય પદાધિકારીઓ તથા નવા અને નિવૃત થયેલો શિક્ષક ગણ તમામ આ કાર્યક્રમમા હાજરી આપી હતી અને ખુશીથી ભીની આંખે વિદાય આપવામા આવી હતી ડી.એફ.પરમાર સાહેબ એક સારા અગ્રણી અને એક સારા વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા છે તેઓ પોતાના શાશન દરમિયાન દરેક કોમના દરેક સમાજના વ્યક્તિઓ સાથે અને વિદ્યાર્થીઓના માતા પિતા સાથે પણ સારી ભાવનાથી સારો સહકાર આપતા એક નિષ્પક્ષ વ્યક્તિ છે અને શાળા મા ભણતા તમામ બાળકોની જવાબદારી નિષ્ઠા પુર્વક નિભાવી છે જેના કારણે તેઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને તેમના વાલી સમાજના અને ગામના પણ ઘણા લોકપ્રિય છે તેઓ નાના મા નાના વ્યક્તિ થી મોટા વ્યક્તિ ને સાથે રાખતા હતા અને તેમની કામ કરવાની નિષ્ઠા ઘણી ઉમદા હતી આ વિદાય સમારંભ માં તમામ કોમ ના મુસ્લિમો સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા જે કોમી એકતાને સમર્થન મળે છે આમ બન્ને કોમના વ્યક્તિઓને સાથ સહકાર આપી અને વય નિવૃત્તિ ના કારણે આજે તેમના વિદાય સમારંભ માં જનમેદની ઉમટી પડી હતી આ વિદાય સમારંભ નસવાડી તાલુકાનો પ્રથમ નંબર નો થયો છે તેમનો સહકાર અને સારી ભાવનાને લીધે એમને જબરજસ્ત લોક પ્રિયતા મેળવી છે જે અભિનંદન ને પાત્ર છે જે ડી.એફ.પરમાર ના વહીવટ અને નિષ્ઠાવાન કામગીરી કરનાર વ્યક્તિ હવે હાઇસ્કુલ ને મળશે કે કેમ? તેવી પંડાલ મા લોક ચર્ચાએ જોર પકડ્યુ હતુ વધુમા આવેલ ગ્રામજનોમાં ચર્ચા એ હતી કે હવે હાઇસ્કુલ ને આવા પ્રિન્સિપાલ મળવા મુશ્કેલ છે.આ કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here