અહો આશ્ચર્યમ… મિત્રની એકટીવા ચોરી કરી મિત્રોને વેચવા આપી… કાલોલ પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી વડોદરામાં નોંધાયેલ ગુનો ઉકેલ્યો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ એલ ડામોર તથા એલ એ પરમાર કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે શનિવારે શંકાસ્પદ હાલતમાં ગ્રે કલરની એકટીવા લઈને ફરતા બે ઈસમોને રોકવામાં આવ્યા હતા ત્યારે તેઓની પાસે એક્ટિવાના કાગળો માંગતા તેઓ પાસે કોઈ કાગળો મળ્યા નહોતા. પોલીસે તેઓનું નામ પુછતા ચીરાગકુમાર અરૂણભાઈ શાહ ઉ.વ.૨૦ રે. 29 શિવ શક્તિ સોસાયટી જાફરાબાદ ગોધરા તથા મનોજભાઈ ઘનશ્યામભાઈ તૈલી ઉ.વ.૨૦ ચક્રધારી સોસાયટી યોગેશ્વર રોડ ભુરાવાવ ગોધરાના હોવાનું જણાવ્યું હતું પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે એક્ટિવા તથા બંનેના મોબાઈલ નંગ ૩ સહિત રૂપિયા ૫૧૦૦૦/ મુદ્દામાલ જપ્ત કરી. એકટીવા નં જીજે ૦૬ એમ.એચ ૩૪૭૦ ના માલિકની પોલીસે ઈગુજકોપ (પોકેટ કોપ) મારફતે ખાતરી કરતા આ વાહન વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ. સદર ચોરી કરનાર શખસો એકટીવા માલિકના મિત્રો છે તથા સાથે નોકરી કરે છે મેહુલ પટેલને પૈસાની જરૂર પડતા મેહુલ પટેલ રહે, કડાણાના શખ્સે એકટીવાની ચોરી કરી હતી અને એ એકટીવા ચિરાગને વેચવા માટે આપેલી જે ચિરાગે મનોજ તૈલીને વેચવા આપેલી જે બંને કાલોલ પોલીસના હાથે પકડાઈ જતા મેહુલને પણ પકડી પાડેલ આમ પૈસાની જરૂરમાં પોતાના મિત્રની એકટીવા ચોરી કરનાર લબરમુછીયા કાલોલ પોલીસના હાથે પકડાઈ જવા પામેલ અને વડોદરા ખાતે બનેલ ચોરીનું વાહન કાલોલ પોલીસે પકડી પાડી ગુનાનો ઉકેલ કરતા વડોદરા પોલીસને જાણ કરતા વડોદરા પોલીસે કાલોલ ખાતે આવીને તમામનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા વડોદરા ખાતે લઈને રવાના થયા હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here