અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ “વિશ્વ ઝૂનોસીસ દિવસ” ઉજવણી કરવામાં આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લામાં વિશ્વ દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જીલ્લામાં દરેક તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રો ખાતે “વિશ્વ ઝૂનોસીસ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બહોળા પ્રમાણમા લોકો હાજર રહેલ, આમ આરોગ્ય વિભાગનાં અધિકારીશ્રી/કર્મચારીઓ ધ્વારા ઝૂનોસીસ રોગ વિષે જન જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી.

વિશ્વ ઝૂનોસીસ દિવસ (World Zoonosis Day) દર વર્ષે 6 જુલાઇના રોજ ઉજવાય છે. ઈન્ફલ્યુએન્ઝા, ઈબોલા અને વેસ્ટ નાઈલ વાયરસ જેવા ઝૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદગારીમાં દર વર્ષે 6 જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસીસ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1885માં 6 જુલાઇના રોજ ફ્રેન્ચ જીવવિજ્ઞાની લૂઇસ પાશ્વરે હડકવાની રસીની શોધી કરી હતી. તેની યાદી દર વર્ષે વિશ્વ ઝૂનોસીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ ઘણા પ્રકારની બીમારઓ પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમિત થાય છ, જેનું તાજું ઉદાહરણ છે કોવિડ-19 વાયરલ એટલે કોરોના વાયરસ. ઝૂનોટિક રોગો વાયરસ, પરોપજીવી, બેક્ટેરિયા અને ફૂગના કારણે થાય છે. આ જંતુઓ મનુષ્યો અને પ્રાણીઓમાં અનેક પ્રકારના બીમારીઓનું કારણ બને છે. આ વાયરસના કારણે કેટલાક લોકો મોતનો ભોગ પણ બની શકે છે. આ જીવલેણ બીમારીઓ મનુષ્યોની સાથે તે પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે.

જાહેર આરોગ્યના મહત્વના મુખ્ય ઝૂનોટિક રોગ હડકવા, બ્રુસેલોસિસ, ટોક્સોપ્લાઝ્મોસીસ, સિસ્ટીસરકોસીસ, પ્લેગ, લેપ્ટોસ્પાયરોસીસ, અને સ્ક્રબ ટાઇફસ છે. તાજેતરના વર્ષોમાં, એવિયન ઈન્ફલ્યુએન્ઝા, નિપાહ, ટ્રાયપેનોસોમિયાસિસ, સીસીએચએફ, એચ1એન1, વેસ્ટ નાઈલ ફીવર અને યલો ફીવર જેવા નવા ઉભરતા રોગોએ ઝૂનોસિસ વિશે જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આ દિવસનો ઉદ્દેશ્ય તબીબી અધિકારીઓ, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદ, ઇકોલોજિસ્ટ, સરકારી અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના લોકોને સાથે લાવવાનો અને તેમની વચ્ચે જાગૃતિ લાવવાનો છે.

નવા માન્યતા પ્રાપ્ત અથવા નવા વિકસિત ઝૂનોટિક રોગો ઝડપથી બદલાતા પર્યાવરણ, વૈશ્વિકરણ અને પ્રાણી-માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ પર તેની અસરનું પરિણામ છે. સંકલિત ટીમ વર્ક સાથે સકારાત્મક આઉટપુટ લાવવા માટે અન્ય ક્ષેત્રો સાથે નેટવર્કની રચનાની જરૂર હોય તેવા ક્ષેત્રોમાંનું આ એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here