અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023 માં 2478 કોલ મળ્યા ,જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ

અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમને વર્ષ 2023 માં 2478 કોલ મળ્યા ,જેમાં 500 થી વધુ કેસોમાં સમાધાન કરવામાં આવ્યુ.
અરવલ્લી જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મહિલા જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે 181 નંબર ડાયલ કરી ને તાત્કાલિક અભયમની મદદ લે છે.આ હેલ્પલાઇન એ 24 કલાક મહિલાઓની મદદ માટે કાર્યરત છે નિશુલ્ક સેવા છે.અરવલ્લી જિલ્લામાં પાછલા એક વર્ષમાં 181 અભયમને ટોટલ 2478 કોલ મળ્યા હતા જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા પાડોશી ઝઘડા મિલકત બાબતે ઝઘડા આત્મહત્યાના બનાવ છેડતી લગ્ન બહારના સંબંધો જેવા અનેક પ્રકારના કેસ મળેલ હતા જેમાં અરવલ્લી જિલ્લાના અલગ અલગ તાલુકાઓના કેસમાં જઈ અભયમની ટીમે પીડિત મહિલાઓને તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડેલ છે.500 થી વધારે કેસમાં સ્થળ ઉપર સમાધાન કરીને તૂટતા પરિવાર બચાવ્યા છે.અભયમ હેલ્પલાઇન મહિલાઓની મદદ કરવા માટે 24 કલાક તૈયાર રહે છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણરૂપે સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here