અમીરગઢ જાસોર વન્યાભ્યરણ્યમાં ગાંધી જયંતિ અને વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જંગલ વિસ્તારની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી

અમીરગઢ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

અમીરગઢના જાસોર અભયારણ્ય ગાંધીજયંતી અને વન્યજીવ સપ્તાહ અંતર્ગત સફાઈ કરવામાં આવી

આપણા દેશના રાષ્ટ્ર પિતા એવા મહાત્મા ગાંધીની જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીજયંતી અને વન્યજીવ સપ્તાહમા પ્રથમ દિવસ એકજ દિવસે આવતા અમીરગઢ તાલુકામાં આવત જાસોર વન્ય અભયારણ્યમા જંગલ વિસ્તારમાં પડેલ પ્લાસ્ટિક તથા અન્ય કચરાની સફાઈ કરવાની કામગિરિ હાથ ધરવામાં આવી છે જાસોર અભયારણ્યમા બલુન્દ્રાથી લઇ પર્વતની ચોંટી ઉપર બિરાજમાન કેદારનાથ મહાદેવના રસ્તામાં પડેલ દરેક કચરો સાફ કરવામાં આવ્યો છે અને વનવિભાગ દ્વારા વન્ય જીવોનું મહત્વ સમજાવવામાં આવેલ હતું આ સફાઈ અભિયાનમાં બલુંદ્રા રેન્જ ના આર એફ ઓ ખૈર તથા સમગ્ર સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેઓની સાથે આસપાસના ગામોના લોકો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ તંત્રને સહકાર આપ્યો હતો જાસોર વન્ય અભયારણ્ય પ્રકૃતિ ની એક અનોખી કુદરતી દેન છે જેને સાફ રાખવાનુ તંત્ર એ લોકોને અરજ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here