અમદાવાદમાં જરૂરત મંદ 150 વ્યક્તિઓને સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટ વિતરણ કરાઈ

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

આજના આધુનિક યુગમાં આ ગળાકા હરીફાઈ સાથે કારમી મોંઘવારીમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ ચલાવતી સંસ્થાઓ જરૂરત મંદ વ્યક્તિઓ ની મદદે રહી છે શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્ર સહિત ખાદ્યસામગ્રી કીટ વિતરણ કરી લોકોની સેવાકીય પ્રવૃત્તિની મહેક સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાલી રહી છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા એટલે સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખી વાર તેવાર મા પોતાની યથાશક્તિ પ્રમાણે સેવાકીય કાર્ય કરવામાં આવે છે તેમાં અમદાવાદ ખાતે સર્વ ધર્મ સેવા ના ભાગરૂપે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ખાદ્ય સામગ્રી કીટ વિતરણ કરવાનું પવિત્ર રમજાનબાઝ નિમિત્તે કરવામાં આવ્યું હતું તેમાં 150 જેટલા વ્યક્તિઓને અમદાવાદની સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મોહમ્મદ અસલમ ભાઈ કાજી ટ્રસ્ટી ડોક્ટર આશિયા કાજી કાર્યક્રમમાં હાજરી આપી સેવાની મહેક પહેરાવી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here