અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મોટર સાયકલ અક્સ્માત માં મૃત્યુ પામેલા ઈસમ ના વારસદારો ને 59 લાખ રૂપિયાનું વળતર ચુકવવા અદાલત નો આદેશ

અંકલેશ્વર, (ભરૂચ) આશિક પઠાણ :-

શાળા માં શિક્ષક ની નોકરી કરતા મૃતકની આવક ને ધ્યાન મા રાખી વળતર ચુકવવા ની એડવોકેટ અજય પારેખ ની દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી

વીમા કંપની દ્વારા વળતર ની રકમ ચૂકવવામાં વિલંબ થતાં 1.23 કરોડ ની રકમ નો જપ્તી વોરંટ નો હુકમ જારી

વીમા કંપની એ હિસાબ મુજબ રકમ જમા કરાવી

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે મોટર સાયકલ ના સામ સામે ભટકાતાં થયેલા અકસ્માતમાં મૃતક શિક્ષક ના પરિવારજનો ને એડવોકેટ અજય પારેખ ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી અદાલતે વીમા કંપની ને મૃતક ના પરિજનો ને વળતર પેટે રૂ. 59 લાખ ની રકમ ચૂકવવા નો હુકમ કર્યો હતો. જે સામે વિમા કંપની ની આનાકાની થતાં અદાલતે રૂપિયા 1.23 કરોડ ની રકમ નો જપ્તી વોરંટ નો હુકમ કરતા નિયમોનુસાર ન ની રકમ વીમા કંપની દ્વારા જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસની વિગત આવી છે કે ધંતુરીયા પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા અનિલભાઈ પરશોત્તમભાઈ પટેલ તેમના મિત્ર શંકરભાઈ ડાભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ નં. GJ/16-AM/4811 હાંકી જતા હતા તે સમયે અંકલેશ્વર ને.હા.નં. ૮ ઉપર પીરામણ ગામ નજીક ચોકડી થી રોડ ક્રોસ કરી રહયા હતા તે સમયે પ્રમોદભાઈ ભગુભાઈ પટેલ તેમની મોટરસાયકલ નં. GJ/16-AR/1614 બેફામ, પુરઝડપે, મોટરસાયકલ હાંકી રોડ ક્રોસ કરતા અનિલભાઈની મોટરસાયકલ ને પાછળથી અકસ્માત કરતા અનિલભાઈ રોડ ઉપર પછડાઈ ગયેલા અને તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું મરણ થયેલું અને શંકરભાઇને પગે, છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી, જે બનાવની સુરેશભાઈ પરશોત્તમભાઈ પટેલ એ અંકલેશ્વર G.ID.C, પો.સ્ટે. માં ફરીયાદ નોંધાવી હતી.

અનિલભાઈનુ સદર અકસ્માતમાં મરણ થતા તેમના પત્ની પ્રવિણાબેન અનિલભાઈ પટેલ રહે- અક્ષર બંગલોઝ, અંકલેશ્વર એ પોતાના વિદ્વાન એડવોકેટ અજય કે. પારેખ મારફતે અકસ્માત વળતર મેળવવા અદાલત મા દાવો કર્યો હતો.

આ વળતર મેળવવા માટે નો કેસ અદાલત માં ચાલતા સદર કામમાં પ્રવિણાબેન એ જુબાની આપી હતી તથા અનીલભાઈ ની આવક પુરવાર કરવા તાલુકા પંચાયત કચેરી ના અધિકારી સુનીતાબેન ભાસ્કરભાઈ પટેલ એ પણ જુબાની આપી હતી. સદર કેસમાં જજ સાહેબ એ અરજદારના અડવોકેટ ની દલીલો ગ્રાહય રાખી રૂપિયા ૩૯,૩૨,૧૧૦- અરજીની તારીખ થી ૯ % ના વ્યાજ સાથે મોટરસાયકલ ના ચાલક- પ્રમોદભાઈ ભગુભાઈ પટેલ તથા માલિક- હર્ષદકુમાર ભાણાભાઈ પટેલ અને વીમા કુ.- I.C..C.I, LOMBARD જનરલ ઇન્સ્યુરન્સ કો. ને વળતર ચુકવવા હુકમ કરેલ છે.

સદર ચુકાદો આવ્યા બાદ વળતર ની રકમ નહીં ચુકવવા ના ઈરાદે વીમા કુ. એ એવી તકરાર ઉઠાવેલી કે મોટરસાયકલ નં. GJ/16-AR/1614 આ અકસ્માતમાં સંડોવાયેલ નથી. આવી તકરાર ઉઠાવી રીવ્યુ અરજી કરી હતી, અને વીમા કુ. એ વળતરની રકમ નહિ ચુકવતા અરજદારે અંકલેશ્વર કોર્ટ માં વળતરની રકમ વસુલ લેવા દરખાસ્ત અરજી દાખલ કરી હતી. અંકલેશ્વર કોર્ટના વિધવાન જજ એસ. ડી. પાંડે એ અકસ્માત વળતરની રકમ અરજી ની તારીખ થી ૯% વ્યાજ સાથે થતી રકમ રૂપિયા ૧,૨૩,૯૪,૬૧૮/- વસુલ લેવા વીમા કુ. .C..C.,LOMBARD જનરલ ઇન્સ્યુરન્સ કો. વિરુધ્ધ જપ્તી વોરંટ ઈશ્યુ કર્યો હતો, જેથી વીમા કંપની ને હિસાબ મુજબ ની રકમ મૃતક ના પરિજનો ને વળતર પેટે ચુકવવા માટે અદાલત મા જમા કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here