અનોખી પહેલ સાથે હળવદની મંગલમ વિદ્યાલયે કોમર્સની ફીમાં શરૂ કર્યા સાયન્સના એડમિશન !!

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

વૈશ્વિક કોરોનાની ભયંકર મહામારીના કારણે વાલીઓને પોતાના બાળકોને જુદી જુદી ફેકલ્ટીમાં ભણાવા માટે અનેક દુવિધામાં છે ત્યારે હળવદની મંગલમ વિદ્યાલય વાલીઓની વ્યથા જાણી અને સૌ ભણે અને સૌ આગળ વધેના રાજ્ય સરકારના સુત્રને સાર્થક કરતાં આગળ આવી કોમર્સની ફિમાં વાલીઓને હવે સાયન્સ કરાવી પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે હેતુ સાથે એડમિશન શરૂ કર્યા છે.
હરહંમેશ સમાજને કંઈક નવું આપવા માટે તત્પર હળવદની મંગલમ વિદ્યાલય આ વર્ષે પણ કોમર્સની ફિમાં સાયન્સ કરવાની જાહેરાત કરી, વાલીઓને આર્થિક રૂપે મદદરૂપ થવા માટે અનોખી પહેલ સાથે નિર્ણય કર્યો છે, સાથે સાથે એસ.એસ.સીમાં ઝળહળતા પરીણામ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
શાળાના આચાર્ય દલસુખભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે આ પહેલથી સરકારશ્રીના સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર અને વધુ વેગવંતુ બનાવવામાં પ્રયત્ન કરીશું તેમજ મંગલમ વિદ્યાલયના સંચાલક અશોકભાઈ પટેલ તેમજ રાજેશભાઈ પટેલએ આશા વ્યક્ત કરતા ઉમેર્યુ હતું કે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વધુમાં વધુ એડમિશનનો લાભ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here