છોટાઉદેપુર જિલ્લાના બોડેેલી તાલુકાના પીઠા ગામ પાસે પસાર થતી ઓરસંગ અને નદીની વચ્ચે પડેલા ખાડામાં મોટો મગર જોવા મળતા આ વિસ્તારમાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે પીઠા પાસે ઓરસંગ નદીમાં ચાલતી રેતીની લીઝ ધારકોમાં પણ ભય ફેલાયો છે આમ તો ઓરસંગ નદીમાં ક્યારે મગર જોવા મળ્યો નથી પરંતુ આજે મસ મોટો મગર જોવા મળતા રેતીની લીઝ ચલાવતા તેમજ લીજ માં કામ કરતા શ્રમજીવી ઓ તેમજ રેતીની લીઝમાં રેતી ભરવા આવતા ટ્રક ચાલકોમાં ફફડાટ જોવા મળી મળ્યો છે ગ્રામજનોના જાણવા મુજબ વહેલી તકે વન વિભાગ દ્વારા આ મગરની બહાર કાઢવામાં આવે જેથી કરીને કોઈને નુકસાન ન થાય તેવું આ વિસ્તારના લોકોએ જણાવી રહ્યા છે.