નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૩૭ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા : આજે ૧૭ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ આજે દ્વારા ૮૭,૭૫૦ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૨૩૨ જેટલા જરૂરિયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૬ ઠ્ઠી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નથી. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૩૭ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. જ્યારે આજે ૧૭ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૬ ઠ્ઠી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૮૭,૭૫૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૪૬ દરદીઓ, તાવના ૪૮ દરદીઓ અને ડાયેરીયાના ૩૮ દરદીઓ સહિત કુલ – ૨૩૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here