નર્મદા : સાંસદ મનસુખભાઈ વસાવાએ વનમંત્રી ને કેમ લખ્યો પત્ર ?

નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસીઓ કે જેઓ જંગલ વિસ્તારમાં જમીનો ઉપર કાયદેસર હક્ક ધરાવે છે તેમના માટે વનમંત્રી ગણપત વસાવાને રજુઆત

રાજયના અન્ય જીલ્લાઓની જેમ નર્મદા ભરુચના આદિવાસીઓ જેમના પાસે પુરાવા છે જમીનો ઉપર ખેડહકક ધરાવે છે તેઓને તાત્કાલીક જમીનોની સનદો આપવાની સાંસદ મનસુખ વસાવાની માંગ સાથે વન મંત્રીને લખાયેલ પત્ર

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજય સરકાર દ્વારા જે આદિવાસીઓ જંગલની જમીનો વર્ષોથી ખેડતા આવ્યા છે જેઓ જમીનો ઉપર કાયદેસર હક્ક ધરાવે છે જેઓનાં જમીનો ઉપર કબ્જા છે તેવાં આદિવાસીઓને જમીનોની સનદો હક્કપત્રકો આપવા માટેની કામગીરી રાજયના અન્ય જીલ્લાઓમાં હાથ ધરાઇ છે તયારે એ જ તર્જ ઉપર ભરુચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા એ પોતાના મતવિસ્તારમાં પણ આદિવાસીઓને જમીનોના હક્ક પત્રકો સનદો આપવાની માંગ કરી છે, અને વન મંત્રી ગણપત વસાવાને રજુઆત કરતો પત્ર લખ્યો છે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ વનમંત્રીને પત્ર લખ્યો તેની તસ્વીર

વન વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ વર્ષોથી જંગલની જમીનો ઉપર પોતાના કબજા ધરાવતા હોય તે જમીનો ઉપર કાયદેસર ખેતી કરતા આવ્યા હોયને આવી જમીનો પર જે તે આદિવાસી ખેડુતોનો કબજો સાબિત થયેલ તેમને જમીનો ના કાયદેસરના માલિક બનાવવાની સરકાર કામગીરી કરી રહી છે ત્યારે નર્મદા અને ભરુચ જીલ્લાના આદિવાસીઓ કે જેઓ વર્ષોથી જમીનો ઉપર કાયદેસર હક્ક ધરાવે છે તેઓને પુરેપુરી જમીનોના અધિકાર પત્રો આપી જમીનોના કાયદેસરના માલિક બનાવવાની માંગ સાથે એક કાર્યક્રમ નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં કરવામાં આવેની માંગ સાથે વન મંત્રીને પત્ર લખ્યો છે.
સંલગ્ન અધિકારીઓને સુચના આપી કાર્યક્રમ 10 થી 15 દિવસમાં યોજવાની ભલામણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here