સુરત : ધોરણ 06ની પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને યુથ ફોર ઇન્ડિયા તરફથી સાઇકલ દ્વારા સન્માનિત કરાઇ

સુરત , નવાઝ શેખ :-

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અઠવા ઝોનમાં આવેલ શાળાઓની વિદ્યાર્થિનીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ તરીકે વર્ષ 2024-25માં યુથ ફોર ઇન્ડિયાના ચેરમેનશ્રી જીગ્નેશ ભાઈ પાટીલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા .
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા સાહેબ,સભ્યશ્રી અનુરાગ કોઠારી સાહેબ,પાણી સમિતિના ચેરમેનશ્રી હિમાંશુભાઈ ,સભ્યશ્રી દિપેશ ભાઈ,કૈલાસબેન, રશ્મિબેન તથા મહિલા મોરચાના મહામંત્રી તરૂણા બેન ,નિરીક્ષક રાગીનીબેન દલાલ તથા હસન સાહેબ, યુ.આર.સી.રાકેશભાઈ પાઠક,સી.આર.સી. અંકિતાબેન તથા અઠવા ઝોનના તમામ આચાર્યશ્રીઓ તેમજ બાળકો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જીગ્નેશભાઈ પાટીલ સાહેબના હસ્તે બાળકોને પ્રોત્સાહન રૂપે સાઇકલ આપવામાં આવી હતી.