પંચમહાલ કલેકટરશ્રી આશીષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે PMFME યોજના અંગે બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાટા :-

અંદાજીત રૂપિયા ૫૭.૦૩ લાખની રકમના કુલ ૦૯ પ્રોજેક્ટ્સને બહાલી અપાઈ

ગોધરા સ્થિત કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી આશીષકુમારના અધ્યક્ષસ્થાને PMFME યોજના અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટ્સનો વ્યાપ વધે તથા યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે જરૂરી છે. બેઠકમાં ૧૦ પ્રોજેક્ટ્સ પૈકી ૦૯ પ્રોજેક્ટ્સ(અંદાજીત રૂપિયા ૫૭.૦૩ લાખની રકમના)ને બહાલી આપવામાં આવી હતી. તેમજ કલેકટરશ્રી દ્વારા યોજનાનો વ્યાપ વધારવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી યોજના અંગે મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવે તે બાબતના પ્રયાસો હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં કમીટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના ખેડુતો હાજર રહ્યા હોવાનું નાયબ બાગાયત નિયામકશ્રી, પંચમહાલ દ્વારા એક યાદીમાં.જણાવાયું છે.