ધાર્મિક નગરી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં માઁ અંબાજી ના ધામે જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પ નો પ્રારંભ થતાં માનવ મહેરાવણ ઉમટ્યું… આગામી ત્રણ દિવસ મેળા જેવો માહોલ જામશે

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં ભાદરવી પૂનમ ના મહા મેળામાં સમગ્ર ગુજરાત ભરમાંથી જગતજનની માં અંબાજી માતાના દરબારમાં શીશ ઝુકાવવા લાખો માઁ આંબા ના ભક્તો પદયાત્રિકો એ અંબાજી તરફ પ્રયાણ કરાયું છે ત્યારે સિદ્ધપુર હાઇવે ઉપર અલગ અલગ સેવાભાવી સંગઠનો, મિત્રમંડળો , દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પો ચાલુ કરાયછે.ત્યારે સિદ્ધપુર શહેર અને તાલુકાની ઠાકોર છત્રિય સેના દ્વારા અંબાજી જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું ખુબજ સુંદર આયોજન કરાયું છે જેમાં માં અંબાના ભક્તો માટે વિશામો જમવા માટે સુદ્ધ સાત્વિક ભોજન,ગરમા ગરમ ગાંઠીયા મરચા, ચાહ નાસ્તો મેડિકલ કેમ્પ, શુદ્ધ પીવાલાયક પાણી તેમજ મોબાઈલ ચારજીંગ જેવી સુવિધા સાથેના સેવા કેમ્પ નું સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદાંજી ઠાકોર, દશરથભાઈ પટેલન ના હસ્તે શુભારંભ કરાયો હતો. પદયાત્રીકોની સેવામાં વિવિધ કેમ્પો સતત 24 કલાક ધમધમી રહ્યા છે સમગ્ર ગુજરાત ભરમાંથી લખો શ્રધાળુઓ નો સમૂહ અંબાજી તરફ અવિરત પણે જઈ રહ્યોછે જેમાં નાના મોટા અબોલ વૃદ્ધ સહીત માં અંબાના ભક્તો દ્વારા બોલમારી અંબે જય જય અંબે,અંબાજી દુરછે જાના જરૂર છે ,જેવા નારાથી સમગ્ર માહોલ માં અંબા ની ભક્તિ માં તરબોળ જોવા મળી રહ્યો છે.આ સેવા કેમ્પ નું આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના,સિદધપુર શહેર/તાલુકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં સમગ્ર પાટણ જીલ્લા તથા તમામ તાલુકા તેમજ સિદધપુર શહેર /તાલુકા ના ઠાકોર સેના ના હોદ્દેદારશ્રીઑ
પ્રમુખશ્રીઑ તથા સેવાભાવી કાર્યકર્તાઓ તથા વિવિધ સમાજ ના ભાઈઑ,વડીલો ખુબ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહી માઈ ભક્તોની સેવા કરી જગત જનની માઁતા આંબાજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.