હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

હાલોલ તાલુકા ના બાસ્કા ગામ ખાતે ગત તા:૧૬/૦૯/૨૦૨૪ ના રોજ મુસ્લિમ ધર્મ ના પૈગમ્બર મોહમ્મદ સાહેબ નો જશ્ને વીલાદત એટલે કે (જન્મનો દિવસ) હોય જેને મુસ્લિમ બિરાદારો ઈદ એ મિલાદુન્નબી ના નામે ખુબજ શાનો શોકત સાથે ઉજવતા હોય છે, પયગમ્બર મોહમ્મદ સાહેબ નું જન્મ આજ થી ૧૪૦૦ વર્ષો પૂર્વે એટલે કે ૫૭૦ ઈ. સ. આરબના મક્કા સ્થિત કુરૈશ કબીલા માં થયેલ જેઓ અલ્લાહ ના આખરી (છેલ્લા ) પયગમ્બર તરીકે ઉમ્મત (પ્રજા ) ને નેકી ની રાહ પર લાવવા અને તેઓના હિત માટે અલ્લાહ એ મોકલ્યા હતા.
જેઓ નો જન્મ દિવસ આવતા વિશ્વ બહાર માં તેઓના આનુયાયો તેઓના ઉમ્મતી ગલી મહોલ્લા અને ઘરો ૧૨દિવસ સુધી સજાવી ને રોશની થી ઝગમગાટ કરી દેતા હોય છે અને તેઓની યાદ મા વાઈઝ (તેમના વિશે કથા) નાતો મનંકબત ના પ્રોગ્રામ રાખીને ચહેલ પહેલ કરી દેતા હોય છે અને ત્યાર બાદ ૧૨ મેં દિવસ ભવ્ય ઝૂલુસ કાઢવામાં આવતું હોય છે
એવામાં હાલોલ તાલુકા નો બાસ્કા ગામ કે જયાના સુન્ની મુસલમાન લોકો વહેલી સવારે પોતાના બિસ્તર છોડીને ને ઝૂલુસ ની નક્કી કરેલી જગાયે પહોંચી ગયા હતા અને એન સમય પર ઝૂલુસ નીકળતા સૌઉ કોઈ ઝૂલુસ મા જોડાઇ ગયા હતા. હાલોલ રૂરલ પોલીસ અને પી.આઇ જાડેજા ના બંદોબસ્ત હેઠળ જનતા કોલોની માંથી આ ઝૂલુસ નીકળી અને ટેકરા ફળિયા માં ત્યાં થી મેન બજાર મા રહી ને ઈકારા કોલોની, ખોડિયાર નગર, રહેમત પાર્ક મા રહીને રાણાવાસ, મસ્જિદફાડિયા માં અને ત્યાંથી નવી નગરી ખાતે પહોંચ્યા હતા હુઝૂર ની નાતો અને તેઓના નામ ના નારાઓ થી માહોલ ગુંજી ઉઠવા પામ્યો હતો ત્યાર બાદ અઝીમી યંગ સર્કલ કમિટી બાસ્કા દ્વારા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ના પોલીસ જવનો નુ ફુલમાળા પુષ્પગુંછ અને સાલ ઓઢાવી ને ધન્યવાદ પાઠવતું સ્વાગત પણ કરવા માં આવેલ. અને અંતે બાસ્કા ગ્રામ પંચાયત કચેરી પાછળ ના વિશાળ પ્લોટ માં નિયઝે મોહમ્મદ ખવડાવવા માં આવી હતી. અને ત્યાંથી લોકો પોત પોતાના ઘરે રવાના થયાં હતા.