સિદ્ધપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી કરાઇ

સિદ્ધપુર,(પાટણ) :- આશિષકુમાર.આર.પાઘ્યા

સિદ્ધપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી કાર્યક્રમ તા.૦૫/૧૦/૨૦૨૫ને રવિવારનાં રોજ એલ.એસ. હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે યોજાયો હતો જેમાં શસ્ત્ર પૂજન અને પરમ પવિત્ર ભગવા ધ્વજના ધ્વજારોહણ તેમજ ધ્વજ પ્રણામ સાથે સંઘની પ્રાર્થના “નમસ્તે સદા વત્સલે માતૃભૂમે”ના ગુંજતા માહોલે કાર્યક્રમને અનોખી ભવ્યતા આપી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિદ્ધપુર નગરમાંથી કુલ ૧૬૬ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં હાજર રહ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામાજિક શ્રેષ્ઠીઓ,વિવિધ સેવાકીય સંસ્થાઓના ટ્રસ્ટીઓ, ડોક્ટર્સ, એડવોકેટ, વેપારી અગ્રણીઓ, યુવાનો,વડીલો તેમજ મહિલા વર્ગ મળી કુલ ૯૬૦ થી વધુ પ્રબુદ્ધ નગરજનો તેમજ માતૃશક્તિએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ હિતેશભાઈ પંડ્યા (પાટીલ) પ્રમુખ શ્રીસિદ્ધપુર ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિ તેઓએ તેમના વક્તવ્યમાં સંઘના રાષ્ટ્રીય સામાજિક અને સેવા કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું કે સંઘ સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્કામ ભાવથી કાર્ય કરી રહ્યો છે. સેવા, શિક્ષણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સંઘના સ્વયંસેવકોનો ત્યાગ અને સમર્પણ સમાજ માટે પ્રેરણાદાયી છે. સંઘ માત્ર એક સંસ્થા નહીં પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. શિસ્ત, દેશભક્તિ અને સેવા ભાવના તેના મૂળ આધાર સ્તંભો છે. દેશના વિપત્તિ કાળમાં મદદરૂપ થવું કે ગરીબ વર્ગ માટે શિક્ષણ સ્વાસ્થ્યના કાર્ય કરવાના હોય ત્યાં સંઘ હંમેશા અગ્રેસર રહે છે. કાર્યક્રમના મુખ્ય વક્તા મુકેશભાઈ પટેલ (સેવા પ્રમુખ મહેસાણા વિભાગ) સંઘના શતાબ્દી વર્ષના અવસરે જણાવેલ કે સંઘ એ હિંદુ સમાજનું સંગઠન છે. સમાજથી અલગ નથી હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા,સ્વદેશીનો સ્વીકાર,પર્યાવરણનું જતન, નાગરિક કર્તવ્યનું પાલન તથા કુટુંબ પ્રબોધનના મુખ્ય એકમને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા તેમજ શતાબ્દી વર્ષ દરમિયાન પ્રત્યેક હિન્દુ ઘરનો સંપર્ક તેમજ હિન્દુ સંમેલન હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવશે.તેમ જણાવી પ્રત્યેક હિન્દુને આ ભગીરથ કાર્યમાં જોડાવા આહવાન કર્યું હતું.