વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી છોટાઉદેપુરના ઇકોટુરીઝમ સેન્ટર કેવડી ખાતે કરવામાં આવી…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીના યુવાન સંજય ભાઈ દિલીપ ભાઈ ભીલ ને ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો..

છોટાઉદેપુર ના કેવડી ખાતે વન્ય જીવનના સંરક્ષણ માટે જાગૃતિ લાવવામાં આવી ખાસ કરીને સરકાર અને વન વિભાગની સહાયથી વન્ય જીવોના રક્ષણ વિષયક વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા ઉષ્મા પર્વ તળે સર્પ રેસ્ક્યુ કરનારને પણ વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પ્રમાણપત્ર આપી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી જેમાં નસવાડી ના યુવાન સંજયભાઈ દિલીપભાઈ ભીલ ને ફોરેસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ જે પોતે સર્પ રેસ્ક્યુ કરેછે જે પરિવાર અને સમુદાયમાં આ પ્રકારની સેવાઓને વધારવા પ્રોત્સાહિત કરશે સર્પ રેસ્ક્યુ કરનારની કાર્યશૈલીને સ્ટેજ પર સન્માન મળ્યુ અને તેમની હિંમત અને સેવા માટે સહકારની પ્રશંસા કરવામાં આવી આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.