શહેરામાં DYSP બ્રિન્દા જાડેજાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક, કાયદો-વ્યવસ્થા જાળવવા નાગરિકોને અપીલ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

Kalam Ki Sarkar News / શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અમન, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ડીવાય.એસ.પી. બ્રિન્દા જાડેજા, શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ. હસમુખભાઈ સીસારા, સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ તાલુકાના વિવિધ ગામોના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા તેમજ વિવિધ સમાજો વચ્ચે પરસ્પર ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ અને ગેરસમજોથી દૂર રહેવા તથા તેના કારણે વાતાવરણ ન બગડે તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ ગામના આગેવાનોને શાંતિ અને સુરક્ષા જાળવવામાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી કરી હતી. સાથે જ, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા અફવાની સ્થિતિમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પણ શહેરા તાલુકામાં શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે પોલીસ તંત્રને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.



આ પણ વાંચો :-