મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ₹2 કરોડની લાંચના આરોપે વિજિલન્સ તપાસને મંજૂરી

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

Kalam Ki Sarkar News / Kerala: કેરળ સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે તેમના અગાઉના કાર્યકાળ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોની વિજિલન્સ તપાસને મંજૂરી આપી છે. કેરળના મંત્રી રમેશ ચેન્નિતલાએ જણાવ્યું કે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રાજ્યના વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો (VACB) દ્વારા તપાસ કરવાની સરકારી મંજૂરી આપવામાં આવી છે. આ મામલો તે સમયનો છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળમાં લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ તરીકે કાર્યરત હતા.

શું છે ₹2 કરોડની લાંચનો આરોપ?

મંત્રી રમેશ ચેન્નિતલાના જણાવ્યા અનુસાર, સજ્જન કુમાર નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે PWD સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશ કુમારે રોડ પ્રોજેક્ટનાં બિલો મંજૂર કરવા માટે ₹2 કરોડની લાંચ માંગી હતી. આ મામલો ‘PATI-BEL’ નામના કન્સોર્ટિયમ સાથે સંકળાયેલો છે, જે તિરુવનંતપુરમથી અંગમાલી સુધીના મેન સેન્ટ્રલ રોડ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું.

મલેશિયન એન્જિનિયરની આત્મહત્યાનો પણ ઉલ્લેખ

આ કેસમાં મલેશિયાની કંપનીના પ્રોજેક્ટ ઓફિસર લી સી બીનની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ મુજબ, PWD દ્વારા બિલોની ચુકવણી ન થતાં કંપની પર આર્થિક દબાણ વધ્યું હતું, જેના કારણે તેમણે આત્મહત્યા કરી હતી.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ મંજૂરી

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ તપાસ શરૂ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોવાથી, વિજિલન્સ વિભાગની કાનૂની સલાહ બાદ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મંજૂરી આપવામાં આવી છે.

આ મામલે વર્ષ 2006માં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તપાસ બંધ કરી દેવામાં આવી હતી. હવે નવી ફરિયાદોના આધારે આ મામલાને ફરી આગળ ધપાવવામાં આવી રહ્યો છે.



આ પણ વાંચો :-