નર્મદા જીલ્લા મા વિકાસ સપ્તાહ નિમિત્તે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સંકલનના તમામ અધિકારીશ્રીઓએ “ભારત વિકાસની પ્રતિજ્ઞા” લીધી…

રાજપીપળા(નર્મદા), આશિક પઠાણ:-

અધિકારીઓ એ હાલ પ્રતિજ્ઞા લીધી તો શું અત્યાર સુધી વિકાસ કરવામાં કોઈ ભુમિકા નહોતી ના ઉઠતા સવાલો…

ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ,૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની સરકાર ની નેમ છે.

આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદામાં જિલ્લામાં તા.૭ થી તા.૧૫ મી ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર એસ. કે. મોદીના અધ્યક્ષતામાં, જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડબરાલ સહિત સંકલનના તમામ અધિકારી ઓએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી.

ભારત ના વિકાસ કરવાની અધિકારી ઓ એ પ્રતિજ્ઞા લીધી:-

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ.
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું, મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.
રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસ રત રહીશ.