ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

મલ્ટિડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્ષ(MPI) અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ માં જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
જિલ્લામાં રિડ્યુસીંગ મલ્ટિડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્ષ અન્વયે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આગામી સમયમાં સર્વે હાથ ધરશે.જેમાં લોકોને મળતા આરોગ્ય લક્ષી,શિક્ષણ તથા સ્ટાન્ડર્ડ ઓફ ઓફ લિવિંગ જેવા પેરામીટર ચકાસણી કરવા જણાવ્યું હતું.જેમાં માળખાકીય સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી,આરોગ્યની સુવિધા, વીજ જોડાણ વગેરેની સ્થળ પર ચકાસણી કરીવામાં કરવામાં આવશે.
જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુએ અમલીકરણ અધિકારીઓને મલ્ટિડાઇમેશનલ પોવર્ટી ઇન્ડેક્ષ અન્વયે સર્વે કરીને પંચમહાલ જિલ્લાના નાગરિકોના જીવનધોરણને વિકાસના મુખ્યધારામાં સમાવેશ કરવાના હિમાયત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ દેસાઈ ,નિવાસી અધિક કલેકટર શ્રી જે જે પટેલ ,પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.