ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
જિલ્લા કલેક્ટર કચેરી પંચમહાલના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુના અધ્યક્ષતામાં પી.એમ. શ્રી શાળાઓને અનુલક્ષીને બેઠક યોજાઈ હતી..

આ બેઠકમાં અધ્યક્ષ પદેથી જિલ્લા પ્રભારી સચિવશ્રી જણાવ્યું હતું કે,નવી શિક્ષણ પદ્ધતિ અન્વયે ૬ પીલ્લરને અનુલક્ષી કામગીરી કરવા હિમાયત કરી હતી.જે અન્વયે શાળાકીય પ્રવૃતિઓ ઉપરાંત રમત ગમત તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મુકી બાળકોના સર્વાગી વિકાસ થાય તે પ્રમાણેના શિક્ષણ પર ભાર મૂકવા પ્રભારી સચિવશ્રી જણાવ્યું હતું.
વધુમાં પ્રભારી સચિવશ્રી રાજેશ માંઝુ એ ઉમેરતા જણાવ્યું હતું કે,શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત સીઆરસી, બીઆરસી તથા તાલુકા કેળવણી નિરીક્ષણ વગેરે શાળાઓની મુલાકાત લઈને શાળાની ભૌતિક તથા શાળાકીય શૈક્ષણિક જરૂરિયાત માટે ના અહેવાલ તૈયાર કરીને સબંધિત વિભાગને સુપ્રત કરવા માટેનો ભાર મૂક્યો હતો.આ ઉપરાંત જિલ્લામાં બાળકો વિજ્ઞાન પ્રવાહમાં વધુ રસ દાખવે તે માટેના પ્રયત્નો કરવા પ્રભારી સચિવશ્રી જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા એ પણ શાળાદીઠ એકશન પ્લાન તૈયાર કરાવીને ગુણાત્મક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
પી.એમ.શ્રી ડીબ્રિફિંગ બેઠકમાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ગાયત્રીબેન પટેલે જિલ્લાની પી.એમ.શ્રી શાળાઓની વિગતો તથા તેમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા ચાલતી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે પ્રભારી સચિવશ્રીને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેસાઈ,નિવાસી અધિક કલેકટર શ્રી જે. જે.પટેલ સહિત હાલોલ,ગોધરા પ્રાંત અધિકારીશ્રી સહિત શિક્ષણ વિભાગના સીઆરસી,બીઆરસી વગેરે વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.