ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પંચમહાલના સર્જનાત્મક કાર્યકરોના સન્માન સમારોહમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટને ટ્રોફી અર્પણ કરાઈ
ગોધરા ખાતે આજે Twisha’s Healing Kingdom અને GMCKS PH & Arhatic Yoga Center અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાના સર્જનાત્મક ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજમાં સકારાત્મકતા ફેલાવવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોધરા નગરમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા તેમજ સોશિયલ મીડિયા થકી પોતાના કૌશલ્યને ઉજાગર કરનાર સર્જનાત્મક કાર્યકરો ઉપરાંત ગોધરાની જાણીતી “પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ” ને પણ વિશેષ આમંત્રણ આપી તેના સેવાકીય કાર્યોની સરાહના કરવામાં આવી હતી. આયોજકો દ્વારા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓને ટ્રોફી અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવતા ટ્રસ્ટના સભ્યોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આસિફ મલેક, નવાઝ શેખ અને અરબાઝ પઠાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ટ્રસ્ટના પ્રતિનિધિઓનું સન્માન કરી સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવી રહેલા કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મકતા, માનવતા અને સેવાભાવને પ્રોત્સાહન આપવાનો તેમજ સર્જનાત્મક ક્ષેત્રે કાર્યરત લોકોને એક મંચ પર લાવી પરસ્પર જોડાણ અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રાણિક ઉપચાર, સકારાત્મક ઊર્જા, પરસ્પર જોડાણ તથા સમાજ માટે કંઈક સારું કરવાની ભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે સાથે પંચમહાલ જિલ્લાના સર્જનાત્મક કાર્યકરોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ગોધરામાં જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા “પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ”ને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવવું ટ્રસ્ટના સેવાકીય કાર્યોની નોંધ અને પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ટ્રોફી પ્રાપ્ત કરતાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજમાં નિઃસ્વાર્થ સેવા અને સકારાત્મક કાર્ય કરનાર સંસ્થાઓનું સન્માન અન્ય લોકોને પણ સેવાકાર્ય માટે પ્રેરણા આપે છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
ગોધરામાં યોજાયેલો આ કાર્યક્રમ સર્જનાત્મકતા, સકારાત્મકતા, પ્રાણિક ઉપચાર, સમાજસેવા અને સન્માનનો સુંદર સંગમ બની રહ્યો હતો. ખાસ કરીને સેવાકીય સંસ્થાને આમંત્રિત કરી જાહેરમાં સન્માનિત કરવાના આયોજકોના પ્રયાસને ઉપસ્થિતોએ આવકાર્યો હતો.